માયાનગરીમાં મોંઘવારીની આગ, મધ્યરાત્રિથી CNG અને PNGના ભાવમાં થવા જઈ રહ્યો છે આટલા રૂપિયાનો વધારો

મુંબઈવાસીઓ સવારે ઉઠશે ત્યારે તેઓને ખબર પડશે કે CNG અને PNG માં ભાવ વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

માયાનગરીમાં મોંઘવારીની આગ, મધ્યરાત્રિથી CNG અને PNGના ભાવમાં થવા જઈ રહ્યો છે આટલા રૂપિયાનો વધારો
CNG PNG Price hike in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 12:02 AM
મુંબઈમાં ફરી મોંઘવારીની આગ લાગી છે. મુંબઈમાં મધરાતથી સીએનજી અને પીએનજી (CNG-PNG Price Hike) મોંઘા થઈ રહ્યા છે. જ્યારે મુંબઈવાસીઓ સવારે ઉઠશે ત્યારે તેમને ખબર પડશે કે સીએનજી 7 રૂપિયા અને પીએનજી 5 રૂપિયા પ્રતિ કિલો ભાવ વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા ભાવમાં આટલો મોટો વધારો કરવામાં આવ્યો છે. નવા દર મુજબ હવે સીએનજી 67 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 41 રૂપિયા પ્રતિ કિલો થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો, તેથી સીએનજીના ભાવ ઓછા હતા. પરંતુ હવે મહાનગર ગેસ લિમિટેડે ભાવ વધારો કર્યો છે, જેના કારણે સામાન્ય જનતાને મળતી સગવડતા છીનવાઈ ગઈ છે.
રાજ્ય સરકાર દ્વારા CNG પરનો વેટ સાડા તેર ટકાથી ઘટાડી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે વિધાનસભાના બજેટ સત્રમાં વેટ ઘટાડવાની જાહેરાત કરતી સૂચના બહાર પાડી હતી. સંશોધિત દર 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો હતો. જેના કારણે મહારાષ્ટ્રમાં સીએનજી 6 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી સાડા ત્રણ રૂપિયા પ્રતિ કિલો સસ્તો થયો હતો.
ભાવ વધાર્યા બાદ મધ્યરાત્રિથી CNG 67 રૂપિયા પ્રતિ કિલો અને PNG 41 રૂપિયા પ્રતિ કિલો મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ આગ લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 122 રૂપિયા પ્રતિ લીટરના ભાવને પાર કરી ગયું છે અને હવે CNG અને PNGની વધતી કિંમતોએ સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.

ગુજરાતમાં પણ ભાવ વધારો

ગુજરાતમાં પણ પેટ્રોલ -ડીઝલના સતત વધતાં ભાવ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે સીએનજીના એક સાથે 6.45 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ વધીને 76.98 રૂપિયા થયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે તેમજ આ ભાવવધારો આજ મધરાતથી જ અમલી બનશે. આ ઉપરાંત 1 એપ્રિલના રોજ અદાણી ગેસ દ્વારા પણ CNGમાં 5 રૂપિયા અને PNGમાં 4 રૂપિયાનો વધારો કરાયો હતો. CNG ભાવ વધતા સૌથી વધુ રિક્ષા ચાલકો માટે હાલાકી સર્જાઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

g clip-path="url(#clip0_868_265)">