એક હજાર કરોડથી વધુની કિંમતના ગોરેગાંવ પત્રા ચૉલ જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી કરતા આજે (5 એપ્રિલ, મંગળવાર) ઈડીએ 11 કરોડ 15 લાખની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલી મિલકતોમાં શિવસેના સાંસદ
સંજય રાઉતની
(Sanjay Raut) પત્નીના નામે અલીબાગમાં 8 પ્લોટ અને મુંબઈના દાદરમાં 2 BHK ફ્લેટનો સમાવેશ થાય છે. EDની આ કાર્યવાહી બાદ સંજય રાઉતે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જો એક રૂપિયો પણ મની લોન્ડરિંગ સાબિત થશે તો તે તમામ સંપત્તિ ભાજપને દાન કરી દેશે. તેમણે આ કાર્યવાહીને રાજકીય કાવતરું અને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે થોડા મહિનાઓ પહેલા તેમણે રાજ્યસભાના અધ્યક્ષને પણ આ સંબંધમાં પત્ર લખીને મહારાષ્ટ્ર સરકારને નીચે લાવવા માટે સહકાર આપવા માટે દબાણ કરવામાં આવ્યું છે. સહકાર આપવાનો ઇનકાર કર્યા પછી આ બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહી છે. તેમણે કહ્યું કે, ગોળી મારો કે જેલમાં મોકલો, અમે ચૂપ બેસીશું નહીં. અમે બાળાસાહેબ ઠાકરેના શિષ્યો છીએ. તમારી પોલ ખોલતા રહેશું. ઝુકશુ નહિ.
રાઉતે કહ્યું, આ જમીન 2009માં ખરીદવામાં આવી હતી. શું કોઈ મોટી મિલકત કઈ છે? એક એકર પણ જમીન નથી. શું અમે કોઈ પ્રોપર્ટી વાળા લોકો છીએ? અંબાણી છીએ, અદાણી છીએ ? 2009માં પોતાની મહેનતની કમાણીમાંથી લીધેલી જમીન અને મકાનો આજે જપ્ત કરવામાં આવ્યા છે. અમારી પૂછપરછ પણ કરવામાં આવી ન હતી. મેં હમણાં જ ટીવીમાં જોયું કે મિલકત જપ્ત કરવામાં આવી છે. આ પછી સંજય રાઉતે એક ટ્વીટ પણ કર્યું.
રાઉતે ટ્વિટ કર્યું ‘અસ્ત્યમેવ જયતે’
‘જો એક રૂપિયાની પણ મની લોન્ડરિંગ થયું હશે તો હું તમામ મિલકતો ભાજપને દાન કરી દઈશ’
સંજય રાઉતે કહ્યું, શું આ મની લોન્ડરિંગ વિશે કહેવામાં આવી રહ્યું છે. જો અમારા ખાતામાં એક રૂપિયો પણ ખોટી રીતે આવ્યો હશે અને અમે તેમના દ્વારા મિલકત ખરીદી હશે તો અમે તે તમામ મિલકત ભાજપને દાનમાં આપી દઈશું, આ માત્ર અને માત્ર રાજકીય વેરની કાર્યવાહી છે.
‘સરકારને તોડવાનું દબાણ હતું, હું ઝુક્યો નથી, ઝુકીશ નહીં’
સંજય રાઉતે કહ્યું, સંજય રાઉત કે શિવસેના આવી હરકતોથી ઝુકવાના નથી. પાછા હટવાના નથી. થોડા મહિના પહેલા આ ગૃહમાં આવીને ભાજપના લોકોએ મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી પાડવા અમારી પાસે મદદ માંગી હતી. અન્યથા સંકટનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. મેં ના પાડી દીધી હતી. ત્યારે પણ હું ઝુક્યો ન હતો, હવે પણ હું ઝુકીશ નહી.