Maharashtra: વરસાદે મચાવ્યો કહેર, 22 લાખ હેક્ટરમાં વાવેલા પાકનો થયો નાશ, મુખ્યપ્રધાને ખેડૂતોને ધીરજ રાખવા કહીને આપ્યું આશ્વાશન

ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 436 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 22 લાખ હેક્ટરનો પાક નાશ થયો છે. એનડીઆરએફના જવાનો અને સ્થાનિક પોલીસની ટીમે ઉસ્માનબાદ, લાતુર, ઔરંગાબાદ, યવતમાલમાંથી આશરે 100 લોકોને બચાવ્યા છે.

Maharashtra: વરસાદે મચાવ્યો કહેર, 22 લાખ હેક્ટરમાં વાવેલા પાકનો થયો નાશ, મુખ્યપ્રધાને ખેડૂતોને ધીરજ રાખવા કહીને આપ્યું આશ્વાશન
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 9:47 PM

સોમવારથી શરૂ થયેલા ચક્રવાતી વાવાઝોડા ગુલાબે (Gulab Cyclone) મચાવેલી તબાહીએ મહારાષ્ટ્રના ખેડૂતોની કમર તોડી નાખી છે. હાલ વાવાઝોડુ ગુલાબ નબળું પડ્યું છે, પરંતુ તે હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના રૂપમાં તેની અસર દેખાઈ રહી છે.

પૂરને કારણે નદી અને નાળા બધું જ ભરાઈ ગયું છે અને ખેતરો, શેરીઓ અને ગામોમાં પાણી ભરાઈ ગયા છે. અતિવૃષ્ટિની આ આપત્તિ ખાસ કરીને મરાઠવાડા (Marathwada) પ્રદેશના ખેડૂતો પર આવી છે. ગામમાં ઉભે ઉભા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) આ સમગ્ર સંકટને લઈને રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગ પાસેથી (Disaster Management, Relief and Rehabilitation Department) જિલ્લાવાર પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને વહીવટીતંત્રને ખેડૂતોને તાત્કાલિક મદદ કરવા નિર્દેશ આપ્યો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અત્યાર સુધીમાં પૂર અને વરસાદમાં 436 લોકોના મોત થયા છે, 22 લાખ હેક્ટર સુધીનો પાક નાશ પામ્યો 

રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) માહિતી આપી હતી કે ભારે વરસાદને કારણે 436 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 22 લાખ હેક્ટર સુધીનો પાક નાશ પામ્યો છે. મંત્રીએ કહ્યું કે વરસાદ બંધ થતાંની સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મરાઠાવાડાની મુલાકાત લઈને નુકસાનની સમીક્ષા કરશે.

ખેડૂતોને અપીલ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ધીરજ છોડવી જોઈએ નહીં. તે જલ્દીથી તેમને મુશ્કેલીમાંથી બહાર લાવશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર તરીકે હું ખેડૂતોની સાથે ઉભો છું. મેં વહીવટીતંત્રને તમામ શક્ય મદદ પૂરી પાડવા સૂચના આપી છે. “મંગળવારે સાંજે અને બુધવારે સવારે મુખ્યમંત્રીએ આ સંદર્ભે મરાઠવાડા જિલ્લાઓના સંરક્ષણ મંત્રીઓ સાથે ચર્ચા કરી.

થયેલા નુક્સાનનું પંચનામું તાત્કાલિક શરૂ કરવામાં આવે 

મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ સીતારામ કુંટે અને રાહત અને પુનર્વાસના અગ્રસચિવને નિર્દેશ આપ્યો હતો કે તેઓ બચાવ કાર્ય સંપૂર્ણ ક્ષમતા સાથે કરે તેમજ રાજ્યના સંસાધનો અને ઉપકરણોમાં સંકલન સાધીને કામ કરે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 26 મીમી વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રીએ રાજ્યના મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગને તાત્કાલિક નુકસાનના પંચનામા શરૂ કરવા આદેશ કર્યો છે.

વિદ્યાર્થીઓનું નુક્સાન નહીં થાય, 9 અને 10 ઓક્ટોબરના રોજ ફરીથી CET પરીક્ષા યોજાશે

ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે ઘણા વિદ્યાર્થીઓ CET પ્રવેશ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનુ  નુકશાન ન થાય તે માટે તેમને પરીક્ષામાં ઉપસ્થિત થવાની બીજી તક આપવામાં આવશે. મુખ્યમંત્રીએ આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અને નવી તારીખ જાહેર થતાં જ તેમને જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંતે 9 અને 10 ઓક્ટોબરે પુન-પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

હેલિકોપ્ટર અને બોટની મદદથી 100 જેટલા લોકોને બચાવી લેવાયા હતા

આ દરમિયાન એનડીઆરએફના જવાનો અને સ્થાનિક પોલીસની ટીમે ઉસ્માનબાદ, લાતુર, ઔરંગાબાદ, યવતમાલથી આશરે 100 લોકોને બચાવ્યા હતા. ઉસ્માનાબાદમાં 16 લોકોને હેલિકોપ્ટર અને 20 લોકોને હોડીની મદદથી બચાવી લેવાયા હતા. લાતુરમાં 3 લોકોને હેલિકોપ્ટર દ્વારા અને 47 લોકોને હોડીની મદદથી બચાવી લેવાયા હતા.

યવતમાલ અને ઔરંગાબાદમાંથી અનુક્રમે 2 અને 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. એનડીઆરએફની એક ટીમ ઉસ્માનાબાદ અને 1 ટીમ લાતુરમાં તૈનાત થઈને હેલિકોપ્ટર દ્વારા આ બે જિલ્લામાં બચાવ કાર્ય કરી રહી છે.  આ અંગે પણ મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Maharashtra: ગોવાની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ ભાજપને ઘેર્યું, કહ્યું- સરકારે વાસ્તવિક મુદ્દાઓની કરી અવગણના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">