AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તમામ ધારાસભ્યોની બોલાવી ઈમરજન્સી બેઠક

મુખ્યપ્રધાન એકનાથ શિંદે પોતાના જૂથના તમામ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યની તાત્કાલિક મિટિંગ બોલાવી છે. કયા મુદ્દાને લઈ આ મીટિંગ બોલાવવામાં આવી છે, તે જણાવવામાં આવ્યું નથી પણ રાજકીય માહોલ ગરમાયો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તમામ ધારાસભ્યોની બોલાવી ઈમરજન્સી બેઠક
CM Eknath ShindeImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 5:05 PM
Share

શિવસેનાના નામ અને નિશાન પર કોનો હક? આ નિર્ણય થવાનો હજુ બાકી છે. ઠાકરે અને શિંદે જૂથે પોતાના લેખિત જવાબ કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપી દીધા છે. પંચનો નિર્ણય આવ્યા પહેલા મુખ્યપ્રધાન એકનાથ શિંદે પોતાના જૂથના તમામ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યની તાત્કાલિક મિટિંગ બોલાવી છે. કયા મુદ્દાને લઈ આ મીટિંગ બોલાવવામાં આવી છે, તે જણાવવામાં આવ્યું નથી પણ રાજકીય માહોલ ગરમાયો છે. ગુવાહાટી ગયા બાદ પ્રથમ વખત શિંદે જૂથ અને તેના સમર્થક તમામ 50 ધારાસભ્યોની એક સાથે મિટિંગ થઈ રહી છે.

બપોરના સમયે આ મિટિંગનો પ્લાન કરવામાં આવ્યો છે. શિવસેનાના ચૂંટણી ચિન્હ અને પાર્ટીના હકને લઈ ચૂંટણી પંચના નિર્ણય પહેલા બોલાવવમાં આવેલી આ મિટિંગને ખુબ જ મહત્વની માનવામાં આવે છે. આ મિટિંગના કારણો અને તેને લગતા મુદ્દાઓને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સંત તુકારામની પત્ની પર વિવાદાસ્પદ નિવેદન કરીને ફસાયા બાગેશ્વર મહારાજ, હાથ જોડીને માંગી માફી

ECએ પક્ષમાં નિર્ણય આપ્યો નથી, SCએ 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા તો?

કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદે જૂથના પક્ષમાં નિર્ણય આપ્યો ત્યારે કોઈ મુશ્કેલી નહીં પણ જો તેની વિરૂદ્ધ નિર્ણય આપ્યો તો આગળની રણનીતિ શું હશે? આ મિટિંગમાં ચર્ચા જરૂર થશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને જો અયોગ્ય ઠેરવ્યા તો શિંદે જૂથનો આગળનો પ્લાન શું હશે? તે પણ ચર્ચાનો મહત્વનો મુદ્દો હશે.

વિધાનસભાની પેટાચૂંટણીઓને લઈ ચર્ચા

તે સિવાય મિટિંગમાં પૂણેના કસબા અને પિંપરી ચિંચવડની વિધાનસભા પેટાચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા પર સહમતિને લઈને પણ વાત થશે. મિટિંગ દરમિયાન મહારાષ્ટ્રની 5 વિધાનપરિષદની સીટોના પરિણામ પણ સાફ થઈ જશે. તેના પરિણામને લઈને પણ ચર્ચા થશે.

મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ અંગે ચિંતા

મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબ થવાને કારણે પણ ઘણા ધારાસભ્યોમાં અસંતોષ છે. તે મંત્રી પદ મેળવવાની રેસમાં છે પણ મંત્રીમંડળમાં વિસ્તરણને લઈ સતત સમય લાગી રહ્યો છે. ધારાસભ્ય બચ્ચુ કડુએ માંગ કરી છે કે જો કોઈ મુશ્કેલી છે તો જણાવવામાં આવે. તેથી આ મિટિંગમાં આ વાત પર પણ ચર્ચાની સંભાવના છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">