સંત તુકારામની પત્ની પર વિવાદાસ્પદ નિવેદન કરીને ફસાયા બાગેશ્વર મહારાજ, હાથ જોડીને માંગી માફી

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 7:36 AM

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમના ઉપદેશમાં કહ્યું હતું કે, સંત તુકારામની પત્ની તેમને મારતી હતી. તેમના આ નિવેદન પર મહારાષ્ટ્રમાં વાતાવરણ ગરમાયું હતું. પુણે અને નાગપુરમાં લોકોએ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ મુદ્દે મામલો વધુ ઉગ્ર બનતો જોઈને બાગેશ્વર સરકારે હાથ જોડીને માફી માંગી છે.

સંત તુકારામની પત્ની પર વિવાદાસ્પદ નિવેદન કરીને ફસાયા બાગેશ્વર મહારાજ, હાથ જોડીને માંગી માફી
Bageshwar Maharaj (file photo)

Follow us on

બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સંત તુકારામ પરના તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને નવા વિવાદમાં ફસાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) MLC અમોલ મિતકારીએ તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે. બીજી તરફ વિવાદ વધુ વકરતો જોઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે માફી માંગીને ખુલાસો આપવો પડ્યો હતો. તેમણે એક જાહેર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેમના શબ્દોથી જેમની લાગણીઓને ઠેસ પહોંચી છે તેમની તેઓ હાથ જોડીને માફી માંગે છે. તેમણે કહ્યું કે સંત તુકારામ એક મહાન સંત હોવાની સાથે સાથે આપણા સૌ માટે આદર્શ પણ છે. તેમણે સંત તુકારામને લગતી એક વાર્તા વાંચી હતી અને પોતાની કથામાં તેમણે તુકારામ અંગે વાંચેલી વાર્તાને રજૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોતાના ચમત્કારોને લઈને વિવાદોમાં ઘેરાયેલા બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હાલમાં જ પ્રવચન આપતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે સંત તુકારામની પત્ની તેમને ટોર્ચર કરતી હતી. તેમને રોજ લાકડી વડે માર પણ મારતી હતી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યું. આનાથી મહારાષ્ટ્રમાં કુણબી સમુદાયના લોકો ગુસ્સે થયા હતા. પુણે અને નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આ સમુદાયના લોકોએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો અને તેમની ધરપકડની માંગ પણ કરી હતી. જો કે હવે બાગેશ્વર મહારાજે માફી માંગીને મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે.

વાર્તામાં નિવેદન વાંચ્યું હતું

બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વિવાદને વધુ ઘેરો બનાવવા બદલ માફી માંગી અને કહ્યું કે તેમણે એક વાર્તા વાંચી છે. આ વાર્તામાં એવુ કહેવામાં આવ્યું હતુ કે સંત તુકારામની પત્ની તેમને શેરડી લાવવા મોકલતી હતી. એકવાર સંત તુકારામને એ જ શેરડીથી એવી રીતે મારવામાં આવી કે શેરડીના બે ટુકડા થઈ ગયા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમણે આ વાર્તાને તેમના પ્રવચનમાં માત્ર પોતાની લાગણીઓથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આનો અર્થ એ નથી કે સંત તુકારામ પ્રત્યે તેમને કોઈ ખોટી લાગણી છે. તેમણે કહ્યું કે જો તેમના શબ્દોથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે તમામ લોકોની હાથ જોડીને માફી માંગે છે.

એનસીપીએ આંદોલનની ચેતવણી આપી હતી

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ નિવેદન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) MLC અમોલ મિતકારીએ આંદોલનની ચેતવણી ઉચ્ચારી છે. તેમણે શાસ્ત્રીને ચેતવણી આપી છે કે તેઓ 17મી સદીના સંત તુકારામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પરિણામ ભોગવશે.અમોલ મિતકારીએ કહ્યું કે જો વારકરી સંપ્રદાય વિશે ખબર નથી, તો તેણે બિલકુલ બોલવું ન જોઈએ. જો તે હવે બોલ્યો હશે તો તેણે માફી પણ માંગવી પડશે. જો તે આવું નહીં કરે તો મહારાષ્ટ્રના વારકરી સમુદાયના લોકો તેને જડબાતોડ જવાબ આપશે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati