મહારાષ્ટ્ર ચૂંટણી : Cash for Voteથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, વિનોદ તાવડે સહિત 250 લોકો સામે કેસ નોંધાયા

|

Nov 19, 2024 | 5:22 PM

આ સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેનું કહેવું છે કે, ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવી જોઈએ. હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં છું. અપ્પા ઠાકુર અને ક્ષિતિજ મને સારી રીતે ઓળખે છે

મહારાષ્ટ્ર ચૂંટણી : Cash for Voteથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું, વિનોદ તાવડે સહિત 250 લોકો સામે કેસ નોંધાયા
Cash for Vote Cases registered against 250 people including Vinod Tawde

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેના પર રૂપિયાની વહેંચણી કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચે તેમની વિરુદ્ધ FIR દાખલ કરી છે. કથિત રીતે પૈસાની વહેંચણીની આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તાવડે અને સ્થાનિક નેતા રાજન નાઈક એક હોટલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. આ સમયે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો હતો. રાજન નાઈક વિરાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમની સામે બહુજન વિકાસ આઘાડીએ ક્ષિતિજ ઠાકુરને મેદાનમાં ઉતાર્યા છે.

મહારાષ્ટ્ર પોલીસે, વિનોદ તાવડે અને અન્યો સામે પણ કાર્યવાહી કરી છે. તુલિંજ પોલીસે BNSની કલમ 223 અને RPT એક્ટ-1951ની કલમ 126 હેઠળ કાર્યવાહી કરી છે. વિનોદ તાવડે અને ભાજપના ઉમેદવાર રાજન નાઈક સહિત લગભગ 250 લોકો આમાં આરોપી છે. તુલિંજ સ્ટેશન પર કોન્સ્ટેબલ વિક્રમ ઉત્તમ પંહાલકરના નિવેદન પર આ FIR નોંધવામાં આવી છે. આમાં પૈસાની વહેંચણીનો કોઈ આરોપ નથી. બહારના નેતાએ ગેરકાયદેસર રીતે આ વિસ્તારમાં આવીને પ્રચાર પૂરો થયા બાદ બેઠક યોજી હતી તે પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ક્યાં શું વહેંચવામાં આવ્યું ? તેના વિશે ડાયરીમાં છે માહિતી

રોકડ કૌભાંડ અંગે ક્ષિતિજ ઠાકુરે આરોપ લગાવ્યો કે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લાવ્યા હતા. જ્યારે, વસઈ-વિરારના ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુરે આરોપ લગાવ્યો કે 5 કરોડ રૂપિયા વહેંચવામાં આવી રહ્યા છે. મને તેમની પાસેથી ડાયરીઓ મળી છે. જેમા ક્યાં અને શું વહેંચણી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી છે. વિનોદ તાવડેની પ્રતિક્રિયા પણ તેમના પર લાગેલા આરોપોને લઈને સામે આવી છે. તેમનું કહેવું છે કે પૈસાની વહેંચણીનો આરોપ પાયાવિહોણો છે. ચૂંટણી પંચે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?
Stock Market : Cochin Shipyard ના શેર બન્યા રોકેટ, જાણો કંપની વિશે
Garlic Benefit : બસ ખાઈ લો રોજ એક કળી વિટામીન B12ની ઉણપ પુરી, આ રીતે કરો ઉપયોગ
Vastu Tips : ઘરના મંદિરમાં પિતૃનો ફોટો રાખવો જોઈએ કે નહીં

ચૂંટણી પંચ શાસક પક્ષ સામે પગલાં ભરતા ડરે ​​છેઃ સંજય રાઉત

આ મામલાને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષ ભાજપ પર પ્રહારો કરી રહ્યો છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીનો ખેલ ખતમ થઈ ગયો છે. ઠાકુરે એ કામ કર્યું છે જે ચૂંટણી પંચે કરવાનું હતું. ચૂંટણી પંચ અમારી બેગ તપાસે છે પરંતુ શાસક પક્ષ સામે પગલાં લેતા ડરે છે.

વિનોદ તાવડેની સ્પષ્ટતા

આ સમગ્ર મામલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે કહે છે કે, નાલાસોપારાના ધારાસભ્યની બેઠક ચાલી રહી હતી. મતદાનના દિવસની આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન કેવી રીતે સીલ કરવામાં આવશે અને જો કોઈ વાંધો ઉઠાવવો હોય તો શું કરવું… તે વિશે હું તેમને જાણ કરવા આવ્યો હતો. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અપ્પા ઠાકુર અને ક્ષિતિજને લાગ્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ. ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવી જોઈએ. હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં છું. અપ્પા ઠાકુર અને ક્ષિતિજ મને સારી રીતે ઓળખે છે, આખી પાર્ટી મને ઓળખે છે. તેમ છતાં હું માનું છું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.

Next Article