રસ્તા પર તરવા લાગી બસો, દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા પાણી; નાગપુરમાં વરસાદે મચાવી દીધી તબાહી, જુઓ-VIDEO
મહારાષ્ટ્રના નાગપુરમાં મેઘરાજાએ ભારે તબાવી મચાવી દીધી છે.શહેરમાં જયાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.મોડી રાત્રે 4 ઈંચથી વધુ વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.જનજીવન પ્રભાવિત થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.અમુક લોકો પાણીમાં ફસાઈ જતા NDRF અને SDRFની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.
મહારાષ્ટ્રના નાગપુરમાં રાતભર પડેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. શહેરમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને જોતા નાગપુરના કલેક્ટરે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે નાગપુરમાં 106 મીમી વરસાદ નોંધાયો છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં મેઘરાજાની તબાહી
નાગપુરના મોર ભવન બસ ડેપોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક બસો પાણીમાં ફસાઈ ગઈ છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બચાવ કાર્ય ચાલુ છે. નાગપુર ગોરેવાડા તળાવના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. અંબાઝરી તળાવ છલકાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં મેઘરાજાએ ભારે તબાવી મચાવી દીધી છે.શહેરમાં જયાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.મોડી રાત્રે 4 ઈંચથી વધુ વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.જનજીવન પ્રભાવિત થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.અમુક લોકો પાણીમાં ફસાઈ જતા NDRF અને SDRFની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.
એસટી બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ
ધોધમાર વરસાદના પગલે નાગપુરના હાલ બેહાલ થઈ ગયા છે .જયાં મોર ભવન એસટી બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયું હતું. એસટી બસો પાણીમાં ડૂબી જતા અંદાજીત લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું. શહેરમાં જળબંબાકારની સ્થિતિના પગલે આજે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. કેટલાક વિસ્તારોના ઘરોમાં ઘુંટણસમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું.જો કે નાગપુર કોર્પોરેશને પણ બચાવકાર્ય શરૂ કર્યું હતું.
#WATCH | Maharashtra: Following incessant rainfall, heavy water logging witnessed at the Canal Road Ramdaspeth, in Nagpur. pic.twitter.com/Cu8NOsNcpT
— ANI (@ANI) September 23, 2023
રાહત અને બચાવ કામગીરી આરંભાય
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ લોકોને સલાહ આપી છે કે જ્યાં સુધી કોઈ મહત્વપૂર્ણ કામ ન હોય ત્યાં સુધી તેઓ પોતાના ઘરમાં જ રહે. તે જ સમયે, હવામાન વિભાગે નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, અમરાવતી, યવતમાલ અને ગઢચિરોલીમાં આજે વરસાદની સંભાવના છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, એસડીઆરએફની ટીમ પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચી ગઈ છે. આંબાઝરી તળાવ ઓવરફ્લો થવાથી શહેરની નીચલી વસાહતો છલકાઈ ગઈ છે.