AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈના CSMT રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન! સુરક્ષા એજન્સીઓ એલર્ટ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતાં સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીની જાણ થતાં જ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી.

Breaking News : મુંબઈના CSMT રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન! સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Mumbai CSMTImage Credit source: iStock
| Updated on: Nov 15, 2026 | 1:36 PM
Share

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળતાં સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીની જાણ થતાં જ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમને બોલાવવામાં આવી હતી. લગભગ ત્રણ કલાક સુધી સમગ્ર સ્ટેશન પરિસરમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહોતી.

પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો ધમકીભર્યો ફોન

સૂત્રો અનુસાર, 14 નવેમ્બરના રોજ સાંજે આશરે 6:50 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો. ફોન કરનારે CSMT રેલવે સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી આપી હતી. જાહેર જનતાની મોટી અવરજવર રહેતા રેલવે સ્ટેશનને નિશાન બનાવવાની ધમકી મળતાં પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. ત્યારબાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

ડોગ સ્ક્વોડ અને બોમ્બ નિરોધક ટુકડીએ હાથ ધરી તપાસ

ધમકી મળ્યા બાદ ડોગ સ્ક્વોડ અને BDDSની ટીમ સ્ટેશન પર પહોંચી હતી. સુરક્ષા કર્મચારીઓએ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ રાત્રે આશરે 9:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. રાહતની વાત એ રહી કે પોલીસ અને સુરક્ષા ટીમોને તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી નહોતી. ત્યારબાદ રેલવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની જાણ મુખ્ય કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી.

ધમકી આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ

હાલમાં મુંબઈ પોલીસ ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિની ઓળખ મેળવવા તપાસ કરી રહી છે. ફોન કયા વ્યક્તિએ કર્યો હતો અને આ પ્રકારની ધમકી આપવા પાછળ તેનો હેતુ શું હતો તે જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, તપાસમાં કોઈ વિસ્ફોટક સામગ્રી ન મળતાં સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો, Breaking News : પુણેમાં ઉડાન ભર્યા બાદ વિમાનનાં લેન્ડિંગ ગિયર ફસાયા, એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર! 192 મુસાફરોનો આબાદ બચાવ

Follow Us
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે
g clip-path="url(#clip0_868_265)">