Video : ચાલતી કારમાં સ્ટાઈલ મારી રહ્યા હતા છોકરાઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !
તાજેતરમાં મુંબઈના થાણેમાં કેટલાક છોકરાઓ ચાલતી કારમાં બોલિવૂડ ગીત (Bollywood Song) પર હંગામો કરી રહ્યા હતા. બાદમાં મુંબઈ પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ.
Viral video: ઘણી વખત લોકો સ્ટાઈલ મારવા માટે કોઈ પણ હદ પાર કરતા જોવા મળે છે. ઉપરાંત તેમને ખબર પણ નથી હોતી કે તેઓ કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી આવા લોકોને પાઠ ભણાવવાનું સરળ બની ગયું છે. લોકો તરત જ ટ્વિટ દ્વારા પોલીસને આ અંગે જાણ કરે છે. આવું જ કંઈક થાણેમાં જોવા મળ્યું. અહીં કેટલાક છોકરાઓ ચાલતી કારમાં બોલિવૂડ ગીત પર હંગામો કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ વીડિયો (Video)બનાવ્યો અને મુંબઈ પોલીસને આ અંગે ફરિયાદ કરી.
મુંબઈ પોલીસે કરી કાર્યવાહી
મુંબઈ પોલીસને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટેગ કરતા આદિલ શેખ (Adil Shekh) નામના વ્યક્તિએ લખ્યું છે કે, આ વીડિયો મુંબઈ-પુણે રોડનો છે. હું તમને વિનંતી કરું છું કે આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે, ઉપરાંત આદિલે વિડીયો પોસ્ટ સાથે સરનામું અને વાહન નંબરની સંપૂર્ણ વિગતો આપી છે. આવા કિસ્સાઓમાં મુંબઈ પોલીસ(Mumbai police) ખૂબ જ એલર્ટ છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તરત જ જવાબ પણ આપ્યો અને લખ્યું કે સર, તમારી ફરિયાદ પોલીસ સ્ટેશન સિટી પોલીસને મોકલી દેવામાં આવી છે.
જુઓ વીડિયો
महोदय श्रीमान @MumbaiPolice @DGPMaharashtra@CPMumbaiPolice मुम्ब्रा कोसा दोस्ती पालअनेट North old मुंबई पुणे रोड MH 04 JM 0638 का यह वीडियो है आप से निवेदन है please तत्काल करवाई करें Old, Mumbai – Pune Rd, near Shilphata, Kausa, Mumbra, Thane, Maharahtra 400612 pic.twitter.com/HkzNVN0lHB
— Adil Shaikh (@IamShaikhAdil) September 8, 2021
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ફરિયાદ કરનાર આદિલે અન્ય એક ટ્વીટમાં(Tweet) લખ્યું કે સર, આવા લોકોના કારણે ઘણી મુશ્કેલી પડે છે. આ સમસ્યા એક દિવસની નથી. આવા લોકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ વીડિયો હાલ સોશિયલમ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો લોકો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો વ્યૂઝ મળ્યા છે. મુંબઈ પોલીસ ટ્વિટર (Mumbai police) પર ખૂબ એક્ટિવ છે. જો કોઈ ફરિયાદ મળે તો મુંબઈ પોલીસ તરત જ તેના પર કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: Viral Video : કચરો ફેકવા નીકળેલી મહિલા પોતાના બાળકને જ કચરા પેટીમાં ફેકી આવી, જુઓ વીડિયો
આ પણ વાંચો: OMG! કળિયુગનાં આ અશ્વસ્થામાએ કપાળ પર લગાડ્યો 175 કરોડનો હીરો, એક શોમાં ડાયમંડ પડી ગયા બાદ જાણો શું થયુ