Viral Video : કચરો ફેકવા નીકળેલી મહિલા પોતાના બાળકને જ કચરા પેટીમાં ફેકી આવી, જુઓ વીડિયો
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે મહિલા જ્યારે ઘરમાં પરત ફરે છે તો પોતાના હાથમાં કચરો જોઇને ગભરાઈ જાય છે અને તરત જ પોતાની બાળકીને લાવવા માટે ભાગે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણી વાર અજીબ અને મજેદાર વીડિયો જોવા મળી છે. આવા વીડિયો ગણતરીની મિનીટોમાં જ વાયરલ થઇ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા કચરાની બેગની જગ્યાએ પોતાની બાળકીને ફેકી આવે છે.
વીડિયોમાં મહિલા પોતાના ઘરના દરવાજા સુધી જતા દેખાય છે. તેના એક હાથમાં કચરો તો બીજા હાથમાં તેનું બાળક હોય છે. વીડિયો જોઇને લાગે છે કે મહિલા કચરો ફેકવા માટે બહાર જઇ રહી છે પરંતુ થયુ તેનું ઉંધુ. તે મહિલા કચરાની જગ્યાએ પોતાના બાળકને જ ફેકી આવે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે મહિલા જ્યારે ઘરમાં પરત ફરે છે તો પોતાના હાથમાં કચરો જોઇને ગભરાઈ જાય છે અને તરત જ પોતાની બાળકીને લાવવા માટે ભાગે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં લોકો હવે પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે આ વીડિયો ખૂબ જુનો છે પરંતુ એને લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે.
તમને જણાવી દઇએ કે આ વીડિયોને ટીમ ઇન્ડિયાના શાનદાર સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા તેમણે શિખર ધવનને પણ ટેગ કર્યા અને સાથે જ કેપ્શનમાં લખ્યુ કે, ‘શિખર ધવન આવુ કરી લે છે’ જેના પર શિખર ધવને રિપ્લાય આપતા કહ્યુ કે ‘માલિક હાથ જોડુ છુ, ઘરે આયેશા મારી હાલત ખરાબ કરી દેશે’ શિખરનું આ રિએક્શન જોઇને હરભજને લાફિંગ ઇમોજી પોસ્ટ કરી.
આ પણ વાંચો –
India’s T20 World Cup Squad: આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને હજૂ 5 જ મહિના થયા અને 4 મેચ રમી શિખર ધવનને પછાડી વિશ્વકપ રમશે આ નસીબદાર ખેલાડી
આ પણ વાંચો –
T20 World Cup 2021: શિખર ધવન માટે કપરો કાળ ! પહેલા છૂટાછેડાના સમાચાર અને બાદમાં T20 વિશ્વકપથી પત્તુ કપાઇ ગયુ
આ પણ વાંચો –