દેશમાં ઘણી વધી ગઈ છે જાહેર રજાઓ, હવે તેને ઘટાડવાનો સમય: બોમ્બે હાઈકોર્ટ
હાઈકોર્ટમાં અરજીકર્તા વકીલોએ દલીલ કરી હતી કે જો દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 15 ઓગસ્ટને જાહેર રજા જાહેર કરવામાં આવી હતી, તેથી 2 ઓગસ્ટે દાદરા અને નગર હવેલી માટે જાહેર રજા જાહેર ન કરવી જોઈએ તેવું કોઈ કારણ નથી.
બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે દેશમાં ઘણી બધી જાહેર રજાઓ (Public Holiday) છે અને તેને વધારવાને બદલે ઘટાડવાનો સમય આવી ગયો છે. બોમ્બે હાઈકોર્ટે દાદરા અને નગર હવેલીમાં (Dadra Nagar Haveli) 2 ઓગસ્ટને જાહેર રજા તરીકે સામેલ ન કરવા માટેની અરજીને ફગાવી દીધી હતી.
દાદર નગર હવેલીના રહેવાસીએ જાહેર રજા ન આપવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીકર્તાએ કહ્યું હતું કે આ દિવસે કેન્દ્રશાસિત પ્રદેશમાં રજા રહેતી હતી, કારણ કે આ દિવસે અમને પોર્ટુગીઝ શાસનથી આઝાદી મળી હતી. આ રજા 2020 સુધી ચાલુ રાખવામાં આવી હતી પરંતુ 2021 માં બંધ કરવામાં આવી છે.
અરજીને ફગાવી દેતાં બેન્ચે કહ્યું કે જાહેર રજાનો કોઈ કાયદાકીય રીતે અમલ કરી શકાય એવો મૂળભૂત અધિકાર નથી. કોઈ ચોક્કસ દિવસને જાહેર રજા કે વૈકલ્પિક રજા તરીકે જાહેર કરવી એ સરકારી નીતિનો વિષય છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની ડિવિઝન બેન્ચે કિશનભાઈ ઘુટિયાની અરજી પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે 2 ઑગસ્ટ 1954ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ પોર્ટુગીઝથી આઝાદ થયો હતો. ત્યારથી આ દિવસ ઉજવવામાં આવે છે પરંતુ તે 29 જુલાઈ 2021 ના રોજ બંધ થઈ કરાયો હતો.
રજા જાહેર ન કરવાનું કોઈ કારણ નથી
હાઈકોર્ટમાં અરજીકર્તા વકીલોએ દલીલ કરી હતી કે જો દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 15 ઓગસ્ટને જાહેર રજા જાહેર કરવામાં આવી હતી, તેથી 2 ઓગસ્ટે દાદરા અને નગર હવેલી માટે જાહેર રજા જાહેર ન કરવી જોઈએ તેવું કોઈ કારણ નથી. વકીલોએ કેન્દ્રશાસિત પ્રદેશને લગતી હાઈકોર્ટની અન્ય બેંચના 15 એપ્રિલ 2019ના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમાં ગુડ ફ્રાઈડેને પ્રતિબંધિત રજા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે રાજપત્રિત રજા નથી.
ગુડ ફ્રાઈડેની રજાને લઈને દલીલ
હાઈકોર્ટમાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે સરકારને ગુડ ફ્રાઈડેને ગેઝેટેડ રજા તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તીમાં ખ્રિસ્તીઓનો સમાવેશ થતો હતો. ત્યારે સરકારે દલીલ કરી હતી કે ક્રિસમસ અને તેના જેવી રજાઓ વ્યાપકપણે ઉજવવામાં આવે છે. તેથી, ગુડ ફ્રાઈડેની રજા વૈકલ્પિક રાખવામાં આવી હતી.
વકીલો દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો હતો કે સરકાર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીને જાહેર રજાઓ તરીકે ઉજવી શકે છે, પરંતુ શું તે દાદર નગર હવેલીના લોકોને 2 ઓગસ્ટે ઉજવતા અટકાવશે?
તમામ દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ પટેલે કહ્યું કે આ આદેશ હાલના કેસથી અલગ સ્તરનો છે. તે પીઆઈએલ ગેઝેટમાં નિષ્ફળતા વિશે હતી. એટલે કે, તેને વૈકલ્પિક રાખવાને બદલે, તેને ફરજિયાત, જાહેર રજા બનાવવાની વાત હતી. કોઈ ચોક્કસ દિવસને જાહેર રજા કે વૈકલ્પિક રજા તરીકે જાહેર કરવી કે નહીં તે સરકારની નીતિનો વિષય છે. આ કાયદેસર રીતે લાગુ પાડી શકાય એવો અધિકાર નથી, જેને ઉલ્લંઘન કહી શકાય.
આ પણ વાંચો : Mumbai Police: મુંબઈ પોલીસ પર પણ કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 93 પોલીસકર્મીઓ કોવિડ પોઝિટિવ