Breaking News : BMC મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી- અઢી વર્ષની ફોર્મ્યુલા થશે લાગું ?

મુંબઈમાં 89 બેઠકો જીત્યા બાદ, ભાજપ મેયરની પસંદગી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બાબતે ભાજપ છાવણીમાં આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને દરેકની નજર મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ દ્વારા મેયર માટેની અનામતની જાહેરાત પર છે. દરમિયાન શિંદે જૂથના અનેક પ્રધાનો અને નેતાઓ બીએમસીના મેયર પદ માટે દાવો કરી રહ્યાં છે.

Breaking News : BMC મેયર પદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી- અઢી વર્ષની ફોર્મ્યુલા થશે લાગું ?
| Edited By: | Updated on: Jan 18, 2026 | 10:16 AM

BMC ચૂંટણીના પરિણામો બાદ, મુંબઈ અને રાજ્યભરની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ (UD વિભાગ) BMC અને અન્ય મ્યુનિસિપાલિટીઝ માટે મેયરપદની ચૂંટણી માટે અનામત કક્ષા જાહેર કરશે. કયા મનગરપાલિકામાં મેયર પદ માટે કઈ અનામત લાગુ પડશે તે આગામી સપ્તાહે મંગળવાર અથવા બુધવારે જાહેર થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ દ્વારા એકવાર મેયરને લઈને અનામત કક્ષા જાહેર કરાશે, કે સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કઈ શ્રેણી (જનરલ, OBC, SC, ST, મહિલા, વગેરે) ના હશે. દાખલા તરીકે જોઈએ કે, જો મુંબઈ મેયર પદ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સામાન્ય શ્રેણી જાહેર કરવામાં આવે તો, જનરલ જ્ઞાતિમાંથી મેયર, ચૂંટાયેલા કાઉન્સિલરો નક્કી કરે.

મુંબઈના મેયર હિન્દુ મરાઠી હશે

રાજ્યના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ આ જ નિયમ લાગુ પડશે. જોકે, ભાજપ અને શિવસેના બંને નેતાઓ હાલમાં આ મુદ્દે સાવધાનીપૂર્વક બોલી રહ્યા છે. શુક્રવારે મળેલ ભવ્ય જીત પછી, ભાજપ મુંબઈ પ્રમુખે જણાવ્યું હતું કે મેયર મહાયુતિનો હશે. કેબિનેટ મંત્રી નિતેશ રાણેએ પુનરોચ્ચાર કર્યો હતો કે મુંબઈનો મેયર હિન્દુ મરાઠી હશે.

અઢી અઢી વર્ષનો ફોર્મ્યુલા

શનિવારે, સમાચાર આવ્યા કે, શિવસેનાના નેતાઓ ઇચ્છે છે કે ભાજપ તેમની પાર્ટીને અઢી વર્ષના ધોરણે મેયર પદ આપે. બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં શિવસેનાના 29 ચૂંટાયેલા કોર્પોરેટરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદેના શિવસેના કોર્પોરેટરોના જૂથનું પણ માનવું છે કે તેમને અઢી વર્ષ માટે મેયર પદ આપવું જોઈએ. જોકે, હજુ સુધી કોઈએ ખુલીને વાત કરી નથી.

દરમિયાન, મુંબઈ શિવસેનાના નેતા સાયના એનસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈના મેયર મહાયુતિમાંથી જ રહેશે. અમને આશા છે કે કોઈ મરાઠી મહિલાને મુંબઈના મેયર બનવાની તક મળશે. 25 વર્ષ પછી, મહાયુતિના સભ્ય મેયર બનશે.” મુંબઈમાં હવે ફક્ત બે ભાઈઓ છે – દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે.

ભાજપ મેયરની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે

સૂત્રો અનુસાર, મુંબઈમાં 89 બેઠકો જીત્યા બાદ, ભાજપ મેયરની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ છાવણીમાં આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને બધાની નજર હવે મેયર પદ માટેના અનામતની જાહેરાત પર છે. દરમિયાન, શિવસેના (શિંદે જૂથ) ના ઘણા મંત્રીઓ અને નેતાઓ પણ મેયર પદ માટે દાવો કરી રહ્યા છે. શિંદે જૂથના નેતાઓ મેયર પદ માટે અઢી વર્ષના ફોર્મ્યુલાની માંગ કરી રહ્યા છે, જેમાં પહેલા અઢી વર્ષ ભાજપ પાસે રહેશે અને પછીના અઢી વર્ષ શિવસેના પાસે રહેશે.

મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહીત કુલ 29 મહાનાગરપાલિકાની યોજાયેલ ચૂંટણીના પરિણામ 16 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થઈ ગયા છે. હવે વિવિધ મહાનગરપાલિકાઓમાં મેયર બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.