MUMBAI : BMC એ 16 હજાર નાગરીકો પાસેથી વસુલ્યો 33 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ

|

Jul 09, 2021 | 8:17 PM

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ તારીખ 19 ફેબ્રુઆરી 2021 ના રોજ ગાઈડલાઈન જાહેર કરીને કોવીડ નિયમો અને તેના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી.

MUMBAI : BMC એ 16 હજાર નાગરીકો પાસેથી વસુલ્યો 33 લાખ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ
BMC collects fine of Rs.33 lakh from 16,000 citizens

Follow us on

MUMBAI : મુંબઈમાં રસ્તા પર થૂંકવું લોકો માટે ભારે સાબિત થઈ રહ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ છેલ્લા 10 મહિનામાં જાહેર સ્થળોએ થૂંકનારા લોકો પાસેથી 33 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. મળતી માહિતી મુજબ, BMC દ્વારા આ કામ માટે નિયુક્ત કરવામાં આવેલા માર્શલોએ અત્યાર સુધીમાં 16, 659 લોકો પર જાહેર સ્થળો પર થૂંકવા બદલ દંડ ફટકાર્યો છે. જો કોઈ શહેરમાં જાહેર સ્થળોએ થૂંકતા જોવા મળે છે, તો BMCની નાગરિક સમિતિ તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરે છે.

સૌથી વધુ L વોર્ડમાંથી દંડ વસુલાયો
નાગરિક સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, BMC ના L વોર્ડ, જેમાં કુર્લા અને સાકીનાકાનો સમાવેશ થયા છે, ત્યાં સૌથી વધુ 2,888 કેસોમાંથી રૂ.5.59 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે A વોર્ડ, જેમાં CSMT, ચર્ચગેટ અને કિલ્લાનો સમાવેશ થાય છે, ત્યાંથી રૂ.3.89 લાખનો દંડ અને રૂ.3.40 લાખનો દંડ P વોર્ડમાંથી વસુલવામાં આવ્યો છે જેમાં મલાડનો સમાવેશ થાય છે.

માસ્ક ન પહેરનારા 29 લાખ લોકો પાસેથી દંડ વસુલાયો
BMC મુંબઈમાં જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વગર ફરતા 29 લાખથી વધુ નાગરિકો પાસેથી 59.82 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ જણાવ્યું કે ઝોન-1 માં ચર્ચગેટ, CSMT, ડુંગરી, મલબાર હિલ, ભાયખલા જેવા ક્ષેત્ર આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારોની વસ્તી અને ઘનતા વધારે છે. અહી કોવીડ નિયમોના ભંગ બદલ BMC દ્વારા 5,794 લોકો પાસેથી 11.58 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

19 ફેબ્રુઆરીએ જાહેર કરી હતી ગાઈડલાઈન
કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાની સાથે જ મુંબઈમાં કોરોનાના નવા કેસો વધવા લાગ્યા હતા. આ જોતા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ તારીખ 19 ફેબ્રુઆરી 2021 ના રોજ ગાઈડલાઈન જાહેર કરીને કોવીડ નિયમો અને તેના ભંગ બદલ દંડની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં DELHI HIGH COURT ની ટીપ્પણી, કહ્યું જાતિ-ધર્મથી બહાર આવી રહ્યાં છે દેશના લોકો 

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી, ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ 

આ પણ વાંચો : BHUJ : પોલીસે ગાંજાના વેંચાણનું નેટવર્ક પકડી પાડ્યું, આરોપીઓ SURAT થી ગાંજો લાવી ભુજમાં વેચતા હતા 

Next Article