કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી, ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ

High level meeting on oxygen : અધિકારીઓએ કહ્યું કે દેશભરમાં 1500 થી વધુ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આ બધા ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં જ ચાર લાખથી વધુ ઓક્સિજન બેડને તેનો લાભ મળશે.

કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારી,  ઉચ્ચસ્તરીય બેઠકમાં PM MODI એ કહ્યું દેશભરમાં શરૂ કરો 1500 ઓક્સિજન પ્લાન્ટ
PM Modi held a high level meeting on the availability of oxygen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 5:13 PM

DELHI : કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી અવારનવાર મીટિંગો કરી રહ્યા છે, અને ભવિષ્યમાં ઓક્સિજનની અછત ન રહે તે માટે પગલાં પણ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 9 જુલાઈને શુક્રવારે દેશમાં ઓક્સિજન (oxygen )ની ઉપલબ્ધતાને અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને વહેલી તકે પીએમ કેર્સ ફંડ (PM Cares) ની મદદથી “પ્રેશર સ્વિંગ એડોપ્શન” (PSA ) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ (oxygen plants) સ્થાપવા જણાવ્યું હતું. આ સાથે જ આ આદેશના અમલની ખાતરી કરવા અને આ માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું.

1500 થી વધુ ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીને આ બેઠકમાં PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના સંબંધિત કાર્યની પ્રગતિની જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું કે દેશભરમાં 1500 થી વધુ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. જેના માટે વિવિધ મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા ફાળવવામાં આવેલા ફંડ ઉપરાંત પીએમ કેર્સ (PM Cares) તરફથી ફાળવવામાં આવેલા ફંડનો ઉપયોગ કરવામાં આવનાર છે.

4 લાખથી વધુ ઓક્સિજન બેડને મળશે લાભ વડાપ્રધાનને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ બધા ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં જ ચાર લાખથી વધુ ઓક્સિજન બેડને તેનો લાભ મળશે. PMO અનુસાર વડાપપ્રધાન મોદીએ અધિકારીઓને ઓક્સિજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી માટે હોસ્પિટલ સ્ટાફની યોગ્ય તાલીમ સુનિશ્ચિત કરવા સુચના આપી હતી. તેમણે કહ્યું કે પ્લાન્ટની જાળવણી માટે તમામ જિલ્લાઓમાંપ્રશિક્ષિત કર્મચારીઓ ઉપલબ્ધ હોવા જોઈએ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

8000 થી વધુ લોકોને અપાશે તાલીમ બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા દરમિયાન વડાપ્રધાન મોદી કહેવામાં આવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા તાલીમ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે અને તેમના માધ્યમથી દેશભરમાં 8000 થી વધુ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વડાપ્રધાને આ ઓક્સિજન પ્લાન્ટની કામગીરી પર નજર રાખવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : 8 લાખની FD અને પત્નીના ઘરેણાં ગીરવે મુકીને આ આચાર્યએ હાઈસ્કુલના 1000 વિદ્યાર્થીઓની સ્કુલ ફી માફ કરી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">