અજીત પવારનો સ્પષ્ટવકતાનો ગુણ, રાજકારણમા અવગુણ બનીને બરબાદ કરશે ?
નવેમ્બર 2019 માં જ્યારે અજિત પવારે (Ajit Pawar) નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને પૂછ્યું હતું કે તેઓ કયો વિભાગ તેમની પાસે રાખવા માગે છે.
અજિત પવારે (Ajit Pawar) પ્રવાહી રાજકીય સ્થિતિનો લાભ લીધો ન હતો. તેઓ પોતે લાભ લેવાને બદલે તેમણે ફડણવીસને, તેમના પુત્રને રાજ્યસભા અથવા વિધાન પરિષદમાં સ્થાન આપવા વિનંતી કરી હોવાનું માનવામાં આવે છે. અજિત પવાર પાસે વિનંતી કરવાનાં કારણો હતાં. હજુ તો તેઓ અંગત રાજકીય ફટકામાંથી બહાર આવવા માટે તૈયાર થઈ રહ્યા હતા. તે સમયે જ, મે 2019ની લોકસભા ચૂંટણીમાં પવારના પુત્ર પાર્થ પરિવારના રાજકીય ગઢ માવલમાંથી ચૂંટણી હારી ગયા હતા. ફડણવીસને તેમની ઈચ્છા પૂરી કરવાની તક મળી ન હતી કારણ કે પવારે ત્રણ દિવસમાં રાજીનામું આપી દીધું હતું અને સરકાર પડી ગઈ હતી.
અજીત પવારનું આચરણ સૂચવે છે કે, અજિત પવાર ઘમંડી છે. પરંતુ ખાનગીમાં તેમનું રમૂજી, ઉત્સાહી વ્યક્તિત્વ સામે આવે છે. વહેલા ઊઠનાર પવાર મુલાકાતીઓ સાથે વાતચીત કરીને તેમના દિવસની શરૂઆત કરે છે. તેમના મતવિસ્તાર બારામતીના એનસીપી કાર્યકર હોય કે પુણેમાં તેમના દ્વારા ચલાવવામાં આવતી સુગર મિલોના અધિકારીઓ હોય, તે દરેકની વાત ધીરજથી સાંભળે છે. તે ખેડૂતો અને પાયાના કામદારોની સાથે મજા માણે છે, પરંતુ બૌદ્ધિજીવી સાથે ભળવાનું ટાળે છે. આ વલણે જ અજિત પવાર વિશે એવી ગેરસમજ ઊભી કરી છે કે તેઓ અભિમાની અને ઉચ્ચ વર્ગના વિરોધી છે.
અજિત પવાર મહારાષ્ટ્રના પ્રદેશોને તેમના હાથની પાછળના ભાગની જેમ જાણે છે. તે દરેક 288 વિધાનસભા મતવિસ્તારોમાં રાજકીય ગતિવિધિઓ પર નજીકથી નજર રાખે છે. તે તેના હરીફોનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. અજિત પવારને એક અનોખી આદત છે. તે છે ચોકસાઈ કર્યા વિના કે તપાસ્યા વિના તે કોઈપણ કાગળ પર સહી કરતા નથી.
આ સમગ્ર સ્ટોરી જોવા માટે આ લિંક પર ક્લિક કરો.
2016માં એક અનૌપચારિક વાતચીત દરમિયાન અજિત પવારે પત્રકારોના એક જૂથને કહ્યું હતું કે તેમણે શિવસેનાના તત્કાલિન વડા ઉદ્ધવ ઠાકરે સમક્ષ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. આ વિચારનું અંકુર હતું જે પાછળથી મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન બન્યું.
તે સમયે પવારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે મહાગઠબંધનનો વિચાર રજૂ કર્યો હતો. ઠાકરેએ આ ઓફરને ફગાવી દીધી હતીસ કારણ કે શિવસેના ભાજપ સાથે તેની મિત્રતા ચાલુ રાખવા માંગતુ હતું. ત્રણ વર્ષ પછી, અજિત પવારના વિચારે એમવીએનું સ્વરૂપ લીધું, જેમાં શિવસેના સૌથી મોટા પક્ષ તરીકે, ત્યારબાદ એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. ઠાકરે નવેમ્બર 29, 2019 ના રોજ મુખ્ય પ્રધાન બન્યા અને અજિત પવાર તેમના નાયબ મુખ્ય પ્રધાન બન્યા.
આ પણ વાંચો: Maharashtra: કુરબાની માટે સોસાયટીમાં લાવવામાં આવ્યા બકરા, મચ્યો ભારે હોબાળો, 40 લોકો સામે FIR
હાલમાં NCPમાં અજિત પવારની સ્થિતિ નાજુક છે. એવી અટકળો છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણી પહેલા NCPથી અલગ થઈ શકે છે અને પોતાની નવી પાર્ટી શરૂ કરી શકે છે. પવાર તેમની સ્પષ્ટવક્તા માટે રાજકીય વર્તુળોમાં ખુબ જાણીતા છે. તેમને પોતાના કાર્ડ્સ પોતાની નજીક રાખવાનું પસંદ નથી. તેમની નિખાલસતા ઘણીવાર તેમને નુકસાનદાયક રહી છે. હાલમાં, અજિત પવાર તેમની ભાવિ યોજનાઓ જાહેર કરે તેવી શક્યતા નથી. તે પ્રહાર કરવા માટે યોગ્ય સમયની રાહ જોશે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો