AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ટીપુ સુલતાન મુદ્દે રાજકારણ ગરમાયુ, પ્રકાશ આંબેડકરે BJP પર લગાવ્યો ગંભીર આરોપ

પ્રકાશ આંબેડકરે કહ્યુ, "જ્યાં સુધી હિંદુ-મુસ્લિમ વિવાદ નહીં થાય ત્યાં સુધી ભાજપને નથી લાગતું કે સત્તા તેમના હાથમાં આવશે. તેઓ ધીમે-ધીમે સપોર્ટ બેઝ નબળો પડવાનો ડર અનુભવે છે. તેથી જ તેણે હિંદુ-મુસ્લિમ રાજકારણ શરૂ કર્યું છે."

Maharashtra : ટીપુ સુલતાન મુદ્દે રાજકારણ ગરમાયુ, પ્રકાશ આંબેડકરે  BJP પર લગાવ્યો ગંભીર આરોપ
Prakash Ambedkar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:47 PM
Share

Tipu Sultan Controversy: મુંબઈના (Mumbai) મલાડ વિસ્તારમાં એક રમતના મેદાનનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાનો ભાજપ વિરોધ કરી રહી છે. આ બાબતને લઈને ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે (Prakash Ambedkar) ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પિંપરી ચિંચવાડમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે હું મુંબઈમાં ટીપુ સુલતાનના નામકરણને લગતા વિવાદને વધુ મહત્વ આપતો નથી. RSS અને ભાજપને લાગે છે કે મુસ્લિમ વિરોધી લહેર ઊભી કરીને જ ચૂંટણીમાં જીત મેળવી શકાય છે.

પ્રકાશ આંબેડકરે BJP પર લગાવ્યો આ ગંભીર આરોપ

વધુમાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે ‘તેમને તેમનો આધાર ધીમે ધીમે નબળો પડવાનો ડર છે. તેથી જ તેણે હિંદુ-મુસ્લિમ રાજકારણ શરૂ કર્યું છે. મુંબઈમાં પણ રમખાણોની સ્થિતિ સર્જાઈ રહી છે. જ્યાં સુધી હિંદુ-મુસ્લિમ વિવાદ ઉભો નહીં થાય ત્યાં સુધી તેઓને નથી લાગતુ કે સત્તા તેમના હાથમાં આવશે. તમને જણાવવુ રહ્યુ કે, ભાજપના ધારાસભ્ય અમિત સાટમે ટીપુ સુલતાન નામકરણ વિવાદ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યુ છે કે, હું તમને મુખ્યમંત્રી માનુ કે શિવસેના પ્રમુખ? કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ બની રહ્યુ છે.

ભાજપના ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) મોકલવામાં આવેલા પત્રમાં બીજેપી ધારાસભ્ય અમિત સાટમે લખ્યુ છે કે, ‘મુખ્યમંત્રી અને શિવસેનાના પક્ષ પ્રમુખ તમારા નામે પત્ર લખતી વખતે મારા મનમાં એક દુવિધા છે. હું તમને મુખ્યમંત્રી કહું કે શિવસેનાના પક્ષ પ્રમુખ મને સમજાતું નથી. તમામ હિંદુઓ વતી તમને આ બંને પદો પર શણગારવામાં આવ્યા છે.

તમારા મેયર કિશોરી પેડનેકર એક તરફ કહે છે કે સંબંધિત રમતના મેદાન પર ટીપુ સુલતાન નામનું બોર્ડ લગાવવું ગેરકાયદેસર છે, તેનાથી કાયદો અને વ્યવસ્થાની કટોકટી થઈ શકે છે. બીજી તરફ તેના બચાવમાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર ટીપુ સુલતાન નામનું આ બોર્ડ ગેરકાયદેસર હોય તો મેયરે તેને હટાવવાનો આદેશ આપવો જોઈએ. પરંતુ તે પાલક મંત્રી અસલમ શેખનો બચાવ કરતા જોવા મળે છે.ત્યારે હાલ ટીપુ સુલતાન મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો, ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન કરાયુ રદ

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">