Maharashtra Speaker Election: ‘નાથ’ જીત્યા, ઉદ્ધવ હાર્યા, જાણો ક્યા પક્ષના કેટલા ધારાસભ્યોએ શિંદે-ભાજપ તરફી કર્યુ મતદાન

|

Jul 03, 2022 | 3:05 PM

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રનો(Maharashtra) જાણીતો રાજકીય ચહેરો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. મહત્વનુ છે કે, 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.

Maharashtra Speaker Election: નાથ જીત્યા, ઉદ્ધવ હાર્યા, જાણો ક્યા પક્ષના કેટલા ધારાસભ્યોએ શિંદે-ભાજપ તરફી કર્યુ મતદાન
Rahul Narvekar (File Photo)

Follow us on

Maharashtra  : મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં(Speaker election)  એકનાથ શિંદે (eknath shinde) જૂથ સમર્થિત ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો બહુમતીથી વિજય થયો છે. વિધાનસભામાં હાજર ધારાસભ્યોમાંથી 164  ધારાસભ્યોએ વિજય નાર્વેકરની તરફેણમાં મત આપ્યા હતા.તમને જણાવી દઈએ કે, નાના પટોલેએ(nana patole)  સ્પીકર પદ છોડ્યા બાદ આ પદ ખાલી હતુ.તો બીજી તરફ મહા વિકાસ અઘાડીએ(MVA) વિધાનસભા સ્પીકરની ચૂંટણી અંગે સવાલ ઉઠાવ્યા હતા.ગઠબંધનના નેતાઓએ કહ્યુ હતુ કે, મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પેન્ડિંગ હોવા છતાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી કેવી રીતે થઈ શકે ? આ મુદ્દે કેન્દ્રીય સચિવને પત્ર લખી ફરિયાદ પણ નોંધાવી છે.

આજે (3 જુલાઈ, રવિવાર) મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી (Maharashtra Assembly Speaker Election) થઈ. આ ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથના રાહુલ નાર્વેકર (Rahul Narvekar BJP) 164 મતો લઈને જીત્યા છે.આ સાથે તેમણે ભારતની વિધાનસભાના સૌથી યુવા સ્પીકર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.મહા વિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વી (Rajan Salvi Maha Vikas Aghadi)ને 107 મત મળ્યા હતા. આંકડાઓની રમત આ રીતે હતી: ભાજપને 104 મત, શિંદે જૂથને 39 મત, અપક્ષ ધારાસભ્યોને 7 અને અન્યોએ રાહુલ નાર્વેકરની તરફેણમાં 14 મત મળવ્યા હતા. મહા વિકાસ આઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને 12 મત મળ્યા હતા. શિવસેના માટે 46, NCP માટે 42, કોંગ્રેસ માટે 42 અને અન્ય માટે 7. કુલ 271 ધારાસભ્યોએ આ મતદાનમાં ભાગ લીધો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

શિંદે જૂથે આજે મતદાનમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે કેમ્પ) દ્વારા જારી કરાયેલ વ્હીપનું પાલન કર્યું નથી. શિંદે જૂથના ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરની તરફેણમાં મતદાન કર્યું હતું. ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરે બહુમતીનો આંકડો પાર કરીને સ્પીકર પદ જીતી લીધું છે. રાહુલ નાર્વેકરની તરફેણમાં 164 વોટ પડ્યા છે.

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો

મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમનો મુકાબલો મહા વિકાસ અઘાડીના રાજન સાલ્વી(rajan Salvi)  સામે હતો. તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો છે. રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. રાહુલના પિતા પણ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. રાહુલ શિવસેના(Shivsena)  યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. રાહુલ નાર્વેકર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાહુલના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2014ની લોકસભામાં રાહુલને BJP ના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Published On - 11:35 am, Sun, 3 July 22

Next Article