AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Thackeray: બીજેપી સાંસદે શક્તિ પ્રદર્શન કરી આપી ચેતવણી – રાજ ઠાકરે ઉંદર છે, ઉત્તર ભારતીયોની માફી નહીં, અયોધ્યામાં પ્રવેશ નહીં

રાજ ઠાકરેના (Raj Thackeray MNS) અયોધ્યા પ્રવાસને રોકવા માટે આજે બીજેપી સાંસદે અયોધ્યાના નંદિની નગરમાં સંતો-મહંતોની બેઠક બોલાવી છે. આ પહેલા અયોધ્યાના નવાબગંજથી નંદિનીનગર સુધી એક મોટી રેલી કાઢવામાં આવી હતી.

Raj Thackeray: બીજેપી સાંસદે શક્તિ પ્રદર્શન કરી આપી ચેતવણી - રાજ ઠાકરે ઉંદર છે, ઉત્તર ભારતીયોની માફી નહીં, અયોધ્યામાં પ્રવેશ નહીં
રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસ સામે બીજેપી સાંસદે કર્યું શક્તિ પ્રદર્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 1:07 PM
Share

‘રાજ ઠાકરે દબંગ નથી, ઉંદર છે, તે દરમાં રહે છે. જો રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે તો હવે તેમને યુપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડમાં કયારેય ઊતરવા દેવામાં નહી આવે’, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray MNS) વિરૂદ્ધ આજે ​​(10 મે, મંગળવાર) ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું (Brij Bhushan Sharan Singh BJP) આ વિવાદાસ્પદ નિવેદન છે. આજે બીજેપી સાંસદે રાજ ઠાકરેની અયોધ્યા યાત્રાને રોકવા માટે અહીંના નંદિની નગરમાં સંતો-મહંતોની બેઠક બોલાવી છે. આ પહેલા બ્રિજભૂષણ શરણ સિંહે નવાબગંજથી નંદિનીનગર સુધી 5 કિમી સુધી રેલી કાઢી અને જોરશોરથી પ્રદર્શન કર્યું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બીજેપી સાંસદે અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું, ‘આજે કોઈ શક્તિ પ્રદર્શન નથી. રાજ ઠાકરેને અયોધ્યા આવતા રોકવા માટેની તૈયારીની આ બેઠક છે. શક્તિ પ્રદર્શન 5મી જૂને જોવા મળશે. આજે માત્ર 50 હજારની ભીડ એકઠી થશે. જો રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા આવશે તો 10 લાખની ભીડ તેમને રોકવા તૈયાર હશે. રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયો પર અત્યાચાર કર્યા હતા. ગરીબ લોકોને માર મારવામાં આવ્યો હતા, તે માટે માફી માંગે. આ અમારી એકમાત્ર શરત છે. જો તે માફી માંગવાની આ તક ગુમાવશે તો તે જીવનમાં ક્યારેય યુપી, બિહાર, છત્તીસગઢ, ઝારખંડમાં ઉતરી શકશે નહીં.

રાજ ઠાકરેના નિવાસસ્થાને અયોધ્યા પ્રવાસની રણનીતિ સાથે જોડાયેલ મહત્વની બેઠક

આ દરમિયાન, રાજ ઠાકરેના મુંબઈ નિવાસસ્થાન ‘શિવતીર્થ’ ખાતે MNSના ટોચના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠક રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતની રણનીતિને લઈને બોલાવવામાં આવી છે. પરંતુ રાજ ઠાકરેના મરાઠી માણસની રાજનીતિથી આગળ વધીને હિંદુ જનનાયક બનવાના સપના પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહે વિધ્ન ઉભુ કરી દીધુ છે.

રાજ ઠાકરે માટે કપરા ચઢાંણ છે, મંઝિલ હજુ ઘણી દુર છે

હવે જો રાજ ઠાકરે માફી માંગે તો તેમના કટ્ટર સમર્થકોને ખરાબ લાગશે અને જો તેઓ માફી નહીં માંગે તો MNS પાર્ટીનો વ્યાપ વધશે નહીં. પાર્ટી દિવસે ને દિવસે નાની થઈ રહી છે. આ રાજ ઠાકરેના અસ્તિત્વની લડાઈ છે. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે જનનાયક શું હોય છે, તે રાજ ઠાકરેએ અહીં આવીને જોવું જોઈએ. જનનાયક બધાને સાથે લઈને ચાલે છે.

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
g clip-path="url(#clip0_868_265)">