Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai BMC Election: મુંબઈમાં ભાજપની મહત્વની બેઠક સંપન્ન, મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાને હરાવવાનો સંકલ્પ

ધારાસભ્ય આશિષ શેલારે જણાવ્યું કે બેઠકમાં શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હરાવવા અને ભાજપને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો. રાજ ઠાકરે સાથે ગઠબંધન કરવા અંગે ભાજપના નેતાઓમાં બે મત છે.

Mumbai BMC Election: મુંબઈમાં ભાજપની મહત્વની બેઠક સંપન્ન, મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાને હરાવવાનો સંકલ્પ
Mumbai BJP meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:48 PM

આગામી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને (Mumbai Municipal Election)  ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીએમસી ચૂંટણીના મહત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેનું વાર્ષિક બજેટ દેશના ઘણા રાજ્યોના બજેટ કરતા વધારે હોય છે. મતદારોને આકર્ષવા માટે શિવસેનાએ 500 ચોરસ ફૂટ સુધીના મકાનોમાં રહેતા લોકો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની જાહેરાત કરી છે. બીએમસીને શિવસેનાનો શ્વાસ માનવામાં આવે છે. વર્ષોથી અહીં માત્ર શિવસેનાની સત્તા છે. ભાજપે આ ચૂંટણીમાં શિવસેનાને હરાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભે વ્યૂહરચના ઘડવા માટે, મંગળવારે (25 જાન્યુઆરી) મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

ધારાસભ્ય આશિષ શેલારે જણાવ્યું કે બેઠકમાં શિવસેનાને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હરાવવા અને ભાજપને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ સાથે જ, પત્રકારોએ શેલારને પ્રશ્ન કર્યો કે આગામી ચૂંટણી માટે રણનીતિ શું હશે, રાજ ઠાકરેની પાર્ટી MNS સાથે ગઠબંધન અંગે શું નિર્ણય લેવામાં આવ્યો છે? આ અંગે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

રાજ ઠાકરે સાથે ગઠબંધન પર શું હશે પ્લાન, યુપીની ચૂંટણીનું પણ રાખવાનું છે ધ્યાન

એમએનએસ સાથે ગઠબંધનને લઈને ભાજપના નેતાઓમાં બે પ્રકારના મત છે. કેટલાક નેતાઓ માને છે કે જો એમએનએસ સાથે ખુલ્લી રીતે ગઠબંધન કરવામાં આવે તો રાજ ઠાકરેની ઉત્તર ભારતીયો પ્રત્યેની નીતિ રહી છે, તેનાથી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે છે. મુંબઈમાં પણ ઉત્તર ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે. પરંતુ અન્ય જૂથનું માનવું છે કે રાજ ઠાકરે હવે ઉત્તર ભારતીયોનો વિરોધ છોડીને હિંદુત્વના મુદ્દા પર ચાલ્યા ગયા હોવાથી મનસે સાથે ગઠબંધનમાં કોઈ વાંધો નથી. આમ પણ રાજ ઠાકરેએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે, તેમનો વિરોધ અહીં વર્ષોથી રહેતા પરપ્રાંતિયો સાથે નથી. તેમનો વિરોધ નવા લોકો જે આવી રહ્યા છે, તેમનાથી છે. કારણ કે મુંબઈ હવે વસ્તીનો ભાર સહન કરવાની સ્થિતિમાં નથી.

 શિવસેના પાસેથી બીએમસી છીનવીને ભાજપ ભગવો લહેરાવશે – આશિષ શેલાર

આશિષ શેલારે જણાવ્યું હતું કે, ‘મંગળવારે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં અને મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાની અધ્યક્ષતામાં ભાજપના મુંબઈ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થાય, સતાધારી પક્ષને હરાવવાની મુંબઈની જનતાની ઈચ્છા પૂરી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે નક્કર કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી છે. આગામી કાર્યક્રમોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમગ્ર ચર્ચામાં અમે મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપનું કમળ પુરી તાકાતથી ખીલવવાનો સંકલ્પ કર્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર કરાવો, નહીંતર વિલંબનું કારણ જણાવો- શેલાર

બેઠક બાદ આશિષ શેલારે એમ પણ કહ્યું હતું કે, ‘કાયદા મુજબ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સમયસર (માર્ચમાં અપેક્ષિત) થવી જોઈએ. પરંતુ તેની તારીખ વિશે અમને કોઈ માહિતી નથી. આ અંગે જનતા અને આપણી સામે સ્પષ્ટતા હોવી જોઈએ. જો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની તારીખ આગળ વધારવાની કોઈ યોજના છે, તો તેના ચોક્કસ કારણનો ખુલાસો થવો જોઈએ.

આ પણ વાંચો :  Maharashtra Corona : મહારાષ્ટ્રમાં ઓછો થયો કોરોનાનો કહેર, નવા 28286 કેસ નોંધાયા, શું મુંબઈમાં કોરોનાના વળતા પાણી ?

g clip-path="url(#clip0_868_265)">