Maharashtra ZP & Panchayat Election Result: મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, છતા ખુશ થવાનું કોઈ કારણ નહી

જિલ્લા પરિષદની 23 બેઠકો પર ભાજપને લીડ મળી છે. મહાવિકાસ આઘાડીને 46 (શિવસેના -12, એનસીપી -17, કોંગ્રેસ -17) બેઠકો પર લીડ મળી છે. 16 બેઠકો પર અન્ય ઉમેદવારો આગળ છે. આ સંદર્ભમાં, ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

Maharashtra ZP & Panchayat Election Result: મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, છતા ખુશ થવાનું કોઈ કારણ નહી
દેવેન્દ્ર ફડણવીસ

અત્યાર સુધી, 6 જિલ્લા પરિષદોના 85 અને આ જિલ્લા પરિષદોમાં 144 પંચાયત સમિતિની ચૂંટણીમાં તમામ બેઠકોના રૂઝાન આવ્યા છે. ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે. પરંતુ નાગપુરમાં કોંગ્રેસે ભાજપને બીજા નંબર પર ધકેલી દીધો છે. જિલ્લા પરિષદની 23 બેઠકો પર ભાજપને લીડ મળી છે.

મહાવિકાસ આઘાડીને 46 (શિવસેના -12, એનસીપી -17, કોંગ્રેસ -17) બેઠકો પર લીડ મળી છે. 16 બેઠકો પર અન્ય ઉમેદવારો આગળ છે. પંચાયત સમિતિમાં ભાજપને 33 બેઠકો પર લીડ મળી છે. મહાવિકાસ આઘાડીને 73 (શિવસેના -22, એનસીપી -16, કોંગ્રેસ- 35) બેઠકો પર લીડ મળી છે. 38 બેઠકો પર અન્ય ઉમેદવારો આગળ છે.

ધૂલેમાં ભાજપનો ડંકો, પાલઘરમાં શિવસેના સાથે નંબર વન માટે ટક્કર

6 જિલ્લા પરિષદો અને તેમની સાથે જોડાયેલી પંચાયત સમિતિની બેઠકોની વાત કરીએ તો બે સ્થળોએ ભાજપ પુરા જોરમાં છે. ધુલેની જિલ્લા પરિષદમાં ભાજપે પોતાની તાકાત બતાવી છે. અહીં, જિલ્લા પરિષદની 15 માંથી આઠ બેઠકો પર ભાજપ આગળ છે. બીજા નંબરનો પક્ષ એનસીપી છે જે ત્રણ બેઠકો પર આગળ છે.

શિવસેના અને કોંગ્રેસ 2-2 સીટો પર આગળ છે. તેવી જ રીતે પંચાયત સમિતિની 30 બેઠકોમાંથી ભાજપ 15 બેઠકો પર આગળ છે અને પ્રથમ ક્રમે છે. જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે છે અને 5 બેઠકો પર આગળ છે. પાલઘરમાં પ્રથમ નંબર માટે  ભાજપની શિવસેના સાથે ટક્કર ચાલી રહી છે. અહીં જિલ્લા પરિષદની 15 બેઠકો પર ભાજપ અને શિવસેના બંને 5-5 બેઠકો પર આગળ છે, જ્યારે પંચાયત સમિતિની 14 બેઠકો પર શિવસેના 5 બેઠકો પર અને ભાજપ 3 બેઠકો પર આગળ છે.

ભાજપ જીતીને ખુશ છે પણ આઘાડીની એકતા ખતરામાં છે

ભાજપના વિજયના આનંદ કરતાં વધુ આવનારા વર્ષોમાં આઘાડીની એકતા સામે ખતરો છે. તે સ્પષ્ટ છે કે સ્થાનિક સંસ્થાઓની આ ચૂંટણી તમામ પક્ષોએ અલગથી લડી હતી. આ સ્થિતિમાં, ભાજપ રાજ્યમાં એકલો સૌથી શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યો છે પરંતુ મહાવિકાસ આઘાડી 46 બેઠકો પર આગળ છે. એટલે કે, ત્રણેય પક્ષો ભાજપ કરતા બમણી બેઠકો પર આગળ છે. હવે ભાજપ સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે જો કોઈ પણ મોટી ચૂંટણીમાં ત્રણેય પક્ષો ભેગા થાય તો ભાજપ શું કરશે ?

ચિંતા માત્ર એટલી જ નથી કે મહાવિકાસ આઘાડી ભાજપથી આગળ છે. એ પણ ચિંતાનો વિષય છે કે જિલ્લા પંચાયતની બેઠકો સિવાય પંચાયત સમિતિની બેઠકો પર એકલી કોંગ્રેસ ભાજપ કરતા આગળ છે. નાગપુરમાં કોંગ્રેસે ભાજપને ધૂળ ચટાવી નાખી છે. નાગપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા હતી. NCP ના અનિલ દેશમુખ 100 કરોડની રિકવરીના કેસમાં ફસાયા હતા.

જ્યારે તેઓએ તેમના ગઢમાં 4 માંથી 3 બેઠકો પણ ગુમાવી અને ભાજપને બે આપી. એટલે કે, એનસીપી રેસમાં હતી જ નહી. શિવસેના નાગપુરમાં શૂન્ય છે, એટલે કે તેનું અસ્તિત્વ નથી. આ સ્થિતિમાં કોંગ્રેસે જે રીતે ભાજપને હરાવી છે તે ભાજપ માટે ચિંતાનો વિષય છે.

 

આ પણ વાંચો :  Maharashtra: 7 ઓક્ટોબરથી ખુલી રહ્યા છે મંદીરો, શીરડીના સાંઈબાબા મંદીરની ગાઈડલાઈન્સ જાહેર, સિદ્ધિવિનાયકના દર્શનનું બુકિંગ એપ દ્વારા કરવામાં આવશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati