Bhima Koregaon Case: આતંકી કાવતરાને પાર પાડવા JNUના વિદ્યાર્થીઓની કરવામાં આવી હતી ભરતી, NIAની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો

|

Aug 24, 2021 | 12:14 AM

NIAએ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. તેમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ આતંકી કાવતરાને પાર પાડવા માટે દેશની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ JNU અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (મુંબઈ)ના વિદ્યાર્થીઓની ભરતી કરી હતી.

Bhima Koregaon Case: આતંકી કાવતરાને પાર પાડવા JNUના વિદ્યાર્થીઓની કરવામાં આવી હતી ભરતી, NIAની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
NIA (સાંકેતીક તસવીર)

Follow us on

ભીમા કોરોગાંવ હિંસા (Bhima Koregaon Case) કેસમાં NIAએ પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાંથી આ કેસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. NIA દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એલ્ગાર પરિષદ અને માઓવાદીઓ વચ્ચે સંબંધ છે. NIAએ 16 આરોપીઓ અને છ ફરાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે.

 

આ સાથે NIAએ કહ્યું છે કે આરોપીઓએ સરકાર અને તેના નાગરિકો વિરુદ્ધ કાવતરું ઘડીને ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કર્યો છે. તેઓ દેશ વિરુદ્ધ યુદ્ધ કરીને તેમની સરકાર ચલાવવા માંગતા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

JNU અને TISSના વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી હતી

NIAએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી. તે પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ આતંકવાદી કાવતરાને પાર પાડવા માટે દેશની બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ JNU અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (મુંબઈ)ના વિદ્યાર્થીઓની ભરતી કરી હતી. દેશ વિરુદ્ધ ષડયંત્ર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેમાં આ વિદ્યાર્થીઓનો ઉપયોગ થવાનો હતો.

 

NIAના જણાવ્યા અનુસાર આ કેસમાં પકડાયેલા આરોપીઓ મણિપુરમાં આતંકવાદી સંગઠનોને M4 હથિયારો અને 4 લાખ રાઉન્ડ (કારતુસ) સપ્લાય કરવા માટે 8 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં રોકાયેલા હતા. આ હથિયારો દ્વારા આરોપી મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને નિશાન બનાવવા માંગતા હતા.

 

શું છે પૂરો મામલો?

2018માં મહારાષ્ટ્રના પૂણે નજીક ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી. આના એક દિવસ પહેલા એલ્ગાર પરિષદે પૂણેમાં એક પરિષદ યોજી હતી. NIAનો આરોપ છે કે આ કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ NIAની તપાસમાં સામે આવ્યું હતું કે મોદી સરકારને બદનામ કરવા માટે લઘુમતિ સમુદાયને ભેગા કરીને એક હથિયાર બંધ સંગઠન ઊભું કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. જેમાં આરોપી પાસેથી મળેલા દસ્તાવેજોથી કોઈ મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા હતા.

 

 

આ પણ વાંચો : Success Story : “વેસ્ટમાંથી બેસ્ટ”, સૂકા પાંદડા પર ભરતકામ કરીને આ યુવક દર મહિને 80 હજાર રૂપિયા કમાઈ છે ! બોલિવૂડ સ્ટાર્સ પણ આ કલાકારના ફેન્સ

 

 

આ પણ વાંચો : Mumbai Ganesh Utsav: મુંબઈમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન માટેના નિયમો જાહેર, સરઘસ અને ભીડ ભેગી કરીને વિસર્જન કરવા પર પ્રતિબંધ

Published On - 12:13 am, Tue, 24 August 21

Next Article