Barge P305 : તાઉતે વાવાઝોડામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર FIR નોંધાઈ

Nakulsinh Gohil

|

Updated on: May 21, 2021 | 4:34 PM

Barge P305 : તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઈના દરિયામાં બાર્જ પી-305 ડૂબવાની ઘટનામાં અત્યાર સુધીમાં 51 લોકોના મૃતદેહ મળ્યાં છે, જયારે 27 લોકોની શોધખોળ હજી પણ શરૂ છે.

Barge P305 : તાઉતે વાવાઝોડામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર FIR નોંધાઈ
FILE PHOTO : Barge P305

Barge P305 : તાઉતે વાવાઝોડા (Cyclone Tauktae) દરમિયાન મુંબઈના દરિયામાં બાર્જ પી-305 ડૂબવાની ઘટનામાં 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયેલા બાર્જના કેપ્ટન પર મુંબઈ પોલીસે FIR નોંધી છે. તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઈના દરિયામાં બાર્જ પી-305 ડૂબવાની ઘટનામાં અત્યાર સુધીમાં 51 લોકોના મૃતદેહ મળ્યાં છે, જયારે 27 લોકોની શોધખોળ હજી પણ શરૂ છે.

Barge P305 ના કેપ્ટન રાકેશ બલ્લવ પર FIR તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઇના દરિયામાં ડૂબી ગયેલા બાર્જ પી-305 ના કેસમાં મુંબઈ પોલીસે જહાજના કેપ્ટન રાકેશ બલ્લવ (Rakesh Ballav) સામે કેસ નોંધ્યો છે. પોલીસે આ કેસમાં રેસ્ક્યું કરાયેલા જહાજના ચીફ એન્જીનીયર રેહમાન શેખ સહિત ઘણા લોકોના નિવેદનો નોંધ્યા હતા. રેહમાન શેખે કેપ્ટન રાકેશ બલ્લવ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમના કારણે અનેક જીવ જોખમમાં મુકાયા છે.

338 લોકોના જીવ જોખમમાં મુકીને કેપ્ટન ભાગી ગયો હતો તાઉતે વાવાઝોડા દરમિયાન Barge P305 દરિયાકાંઠેથી 120 નોટીકલ માઈલ દુર હતું. બાર્જ પી-305 કેપ્ટન રાકેશ બલ્લવે આવા સમયે જહાજ પર સવાર 338 લોકોને બચાવવા જોઈએ એના બદલે આખા જહાજના સંચાલનની જવાબદારી અને જહાજમાં સવાર લોકોના જીવ બચાવવાની જવાબદારી જેના પર હતી એ કેપ્ટન રાકેશ બલ્લવ બાર્જ પર સવાર 338 લોકોના જીવ જોખમમાં મુકીને ભાગી ગયો હતો.

રેસ્ક્યુ કરાયેલા 50 થી વધુ લોકોના નિવેદન લેવાયા તાઉતે વાવાઝોડા દરમિયાન મુંબઇના દરિયામાં Barge P305 ડૂબવાની ઘટનામાં ભારતીય નેવીના પ્રવક્તા (Spokesperson of the Indian Navy) ના નિવેદન અનુસાર બાર્જ પી-305માં સવાર 51 લોકોના મૃતદેહ મળ્યાં છે, જયારે 27 લોકોની શોધખોળ હજી પણ શરૂ છે. રેસ્ક્યુ કરાયેલા 50 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોના નિવેદન અનુસાર વાવાઝોડું આવે તે પહેલાં કેપ્ટન બલ્લવે કહ્યું હતું કે બાર્જ ડૂબશે નહીં અને તે પોતે એક બોટમાં બર્જ છોડીને ભાગી ગયો હતો. જહાજમાં સવાર લોકોના આ ખુલાસા બાદ કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

બાર્જના કેપ્ટન રાકેશ બલ્લવની મોટી બેદરકારી આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ (Mumbai Police) ના પ્રવક્તા DCP એસ ચૈતન્યએ જણાવ્યું, “બાર્જ પી-305ના કેપ્ટન રાકેશ બલ્લવે તાઉતે વાવાઝોડા અંગે આપવામાં આવેલી તમામ ચેતવણીને અવગણી. તેમની આ મોટી બેદરકારીને કારણે 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમે અત્યાર સુધી કેપ્ટન અને બાર્જ પી-305 ના અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ અને આમાંથી મળેલી માહિતીના આધારે ટૂંક સમયમાં આ અકસ્માત માટે જવાબદાર અન્ય અધિકારીઓ સામે કેસ દાખલ કરીશું.”

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati