AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ઓવૈસીની રેલીમાં લાગ્યા ‘ઔરંગઝેબ અમર રહે’ના નારા, દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું- મુઘલોના વંશજો ક્યાંથી આવે છે?

બુલઢાણામાં અસદુદ્દીન ઓવૈસીની રેલી હતી. આ રેલીમાં કેટલાક લોકોએ 'ઔરંગઝેબ અમર રહે'ના નારા લગાવ્યા હતા. આ નારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે.

Maharashtra: ઓવૈસીની રેલીમાં લાગ્યા 'ઔરંગઝેબ અમર રહે'ના નારા, દેવેન્દ્ર ફડણવીસે પૂછ્યું- મુઘલોના વંશજો ક્યાંથી આવે છે?
Devendra Fadnavis
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 4:20 PM
Share

Mumbai: મહારાષ્ટ્રના બુલઢાણામાં શનિવારે સાંજે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની રેલી હતી. આ રેલીમાં કેટલાક લોકોએ ‘ઔરંગઝેબ અમર રહે’ના નારા લગાવ્યા હતા. આ નારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ બુલઢાણા પોલીસે કેસની તપાસ શરૂ કરી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે કે ભારતમાં મુઘલોના વંશજો ક્યાંથી આવી રહ્યા છે.

ઔરંગઝેબના સમર્થનમાં લગાવેલા નારા પર આકરી પ્રતિક્રિયા આપી

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઓવૈસીની રેલીમાં ઔરંગઝેબના સમર્થનમાં લગાવેલા નારા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ સતત કહી રહ્યા છે કે ઔરંગઝેબના વંશજો ક્યાંથી આવે છે. જ્યારે મહારાષ્ટ્ર કે દેશમાં કોઈનું લોહી ઔરંગઝેબનું નથી ત્યારે અહીંનો મુસ્લિમ ઔરંગઝેબનો વંશજ ન હોઈ શકે. ઔરંગઝેબ આ દેશ પર શાસન કરવા અને હિંદુઓ પર અત્યાચાર કરવા આવ્યો હતો. તેના અત્યાચારો વિશે હજારો પાના લખી શકાય તેમ છે.

આ ઔરંગઝેબના વંશજો છે, પરંતુ વારંવાર આવે છે ક્યાંથી

ડેપ્યુટી સીએમએ કહ્યું કે જે આવી ઘોષણા કરે છે તે દેશભક્ત કેવી રીતે હોઈ શકે. આ સાથે તેમણે ફરી એક વાર સવાલ ઉઠાવ્યો કે આ ઔરંગઝેબના વંશજો છે, પરંતુ તેઓ વારંવાર ક્યાંથી આવે છે તે ખબર નથી. તેમની પાછળ કોણ છે અને તેમનો ઈરાદો શું છે? તેઓ મહારાષ્ટ્રમાં શું કરવા ઈચ્છે છે, તે ટૂંક સમયમાં બહાર આવશે.

આ પણ વાંચો : Maharashtra Rain: મહારાષ્ટ્રમાં 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક એલર્ટ, મુંબઇમાં પાણી જ પાણી

જણાવી દઈએ કે ઓવૈસીએ બુલઢાણામાં મોટી સભા કરી હતી. તેમની સભા દરમિયાન ઔરંગઝેબના સમર્થનમાં ઘણી વખત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી શરૂ થતાની સાથે જ લોકોએ સૂત્રોચ્ચાર કરવા માંડ્યા,

હજુ સુધી કોઈએ ફરિયાદ કરી નથી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બુલઢાણા પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો એક વીડિયો પોલીસને પણ મળ્યો છે, પરંતુ હજુ સુધી કોઈએ ફરિયાદ કરી નથી. હાલ પોલીસ તેમના સ્તરે વીડિયોની તપાસ કરી રહી છે. પરંતુ જો આ અંગે કોઈ ફરિયાદ કરશે તો સંબંધિત કલમોમાં કેસ નોંધીને તપાસ કરવામાં આવશે અને સંબંધિતો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">