મુંબઈમાં બીજેપી નેતા સુલતાના ખાન પર જીવલેણ હુમલો, બે અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો
ભાજપની લઘુમતી મહિલા પ્રદેશ અધ્યક્ષ સુલતાના ખાન (Sultana Khan) પર હુમલો થયો છે. જ્યારે સુલતાના ખાન પર આ હુમલો થયો ત્યારે તેઓ તેના પતિ સાથે ડોક્ટરને મળવા જઈ રહ્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપની લઘુમતી મહિલા પ્રદેશ અધ્યક્ષ (BJP Leader Sultana Khan) સુલતાના ખાન પર હુમલો કરવામાં આવ્યો છે. મુંબઈમાં રવિવારે મોડી રાત્રે બે લોકોએ સુલતાના પર હુમલો કર્યો હતો. સુલતાના ખાન પર આ હુમલો ત્યારે થયો જ્યારે તે તેના પતિ સાથે ડોક્ટરને મળવા જઈ રહી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા બદમાશોએ તેમની કાર રસ્તાની વચ્ચે રોકી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. હુમલો કરીને બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પતિના શોર મચાવવા પર આસપાસના લોકો એકઠા થઈ ગયા અને પોલીસ (Mumbai Police) ને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. આ પછી તેને સારવાર માટે ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઘાયલ ભાજપ નેતાના પતિના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ 11.15 વાગ્યે, જ્યારે તે તેની પત્ની સાથે ડૉક્ટરને મળવા જઈ રહ્યા હતા, ત્યારે મીરા રોડ પર બે બાઇક સવારોએ આવીને તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેનુ બાઈક કાર સામે ઉભુ રાખી દીધુ હતું. આ પછી હુમલાખોરોએ તેની પત્ની સુલતાના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ બાઇક સવારો ફરાર થઇ ગયા હતા.
આ હુમલામાં સુલતાના ખાન ઘાયલ થયા હતા. પતિએ શોર મચાવતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસની મદદથી ઘાયલ બીજેપી નેતા સુલતાન ખાનને નજીકની ઈન્દિરા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પતિને શંકા છે કે હુમલા પાછળ પાર્ટીના કાર્યકરોનો હાથ હોય શકે છે
સુલતાનાના પતિએ આ હુમલા પાછળ પાર્ટીના કેટલાક કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. સુલતાનાએ થોડા દિવસો પહેલા પક્ષના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ કહ્યું કે પિડીતા ખૂબ જ ડરી ગયા છે, તેથી તે હજુ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. અહીં, હોસ્પિટલના ડૉક્ટર રામ લખન યાદવના જણાવ્યા અનુસાર, ઘાયલ સુલતાનાના હાથ પર બે ઘા હતા, જેના પર 3 ટાંકા લગાવીને વધુ સારવાર કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલાખોરો કોણ હતા અને શા માટે આવીને આ રીતે હુમલો કર્યો.