Maharashtra : હેલ્થ સિસ્ટમના નામે ખાલી વાતો, ખાટલાને બાઇક પર બાંધી લઇ જવી પડી લાશ, શરમથી આંખો ઝૂકી જાય તેવી તસવીર
ગઢચિરોલી જિલ્લામાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી યુવકની લાશને બાઇક પર બાંધીને તેના ગામ લઇ જવામાં આવી હતી. બાઇક સાથે બાંધેલી લાશને લાવવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર (Maharashtra )સરકાર તેની હેલ્થ સિસ્ટમ પર લાખો અને કરોડો રૂપિયા ખર્ચે છે. ગામડાઓ અને શહેરો દરેક જગ્યાએ હોસ્પિટલોમાં દર્દીઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાના દાવા કરે છે, પરંતુ એક તસવીરો આ દાવાઓ પર સવાલ ઉઠાવે છે. વાસ્તવમાં ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલમાં એક યુવકનું મોત થયું હતું. એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાથી પરિજનો યુવાનની લાશને બાઇક પર બાંધીને લાવ્યા હતા. આ દરમિયાન જેણે પણ આ જોયું તે ચોકી ગયું.
આ પણ વાંચો : અજિત પવાર મહારાષ્ટ્રના CM નહીં બને, કેટલાક નેતાઓ ભ્રમ ફેલાવી રહ્યા છે: દેવેન્દ્ર ફડણવીસ
જણાવી દઈએ કે જ્યારે ગઢચિરોલીના ભામરાગઢની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હતી, ત્યારે એક યુવકની લાશને બાઇક પર બાંધીને તેના ગામ લઈ જવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગણેશ તેલામી નામનો યુવક ક્ષય રોગથી પીડિત હતો. તેમની ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી,તબીયત લથડતા. થોડા દિવસો પહેલા તેની તબિયત બગડતાં પરિવારજનોએ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ ગણેશની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. દિવસે ને દિવસે તેની હાલત ખરાબ થતી જતી હતી. સોમવારે રાત્રે ગણેશનું સારવાર દરમિયાન મોત થયું હતું. સગાસંબંધીઓ આખી રાત હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માટે રઝળપાટ કરતા રહ્યા, પરંતુ એમ્બ્યુલન્સ મળી ન હતી.
એમ્બ્યુલન્સ ન મળી તો મૃતદેહને બાઇક પર બાંધી દીધો હતો
આજે સવારે પણ સ્વજનોએ એમ્બ્યુલન્સ માટે ઘણી દોડધામ કરી હતી, પરંતુ ગણેશના મૃતદેહને ગામમાં લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સ મળી ન હતી. કંટાળીને પરિવારના સભ્યોએ ગણેશના મૃતદેહને ખાટલા પર રાખ્યો, ખાટલાને બાઇક પર બાંધી દીધો અને પછી તેને ગામમાં લાવ્યા. આ દરમિયાન રસ્તામાં જે પણ આ દ્રશ્ય જોતા હતા તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે ગણેશનો ભાઈ બાઇક પર મૃતદેહ લઈને ગામ ચોકડી પર પહોંચ્યો ત્યારે લોકોની ભીડ શરૂ થઈ ગઈ.
ભાઈની સારવાર પાછળ નાણા ખર્ચ્યા, એમ્બ્યુલન્સ બુક કરાવવાના પૈસા બચ્યા નહતા
ગણેશના ભાઈએ જણાવ્યું કે તેઓ ગઈકાલે રાતથી એમ્બ્યુલન્સ માટે ચિંતિત હતા. હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ કોઈએ તેમની વાત સાંભળી નહીં. વ્યથિત થઈને તે લોકો બાઇક પરથી જ મૃતદેહ લઇ ગયા. બીજી તરફ, જ્યારે લોકોએ પૂછ્યું કે શું ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી શકાય છે, ત્યારે ગણેશના ભાઈએ કહ્યું કે તેમના મોટા ભાઈની સારવાર માટે એટલા પૈસા ખર્ચવામાં આવ્યા છે કે હવે તેમની પાસે એમ્બ્યુલન્સ બુક કરાવવાના પૈસા નહોતા.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો