Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો, થોડા સમયમાં જેલથી નીકળશે બહાર

આર્યન ખાનને ગરૂવારે હાઇકોર્ટ જામીન આપતા હવે ગણતરીની કલાકમાં જ જેલની બહાર આવી જશે.

Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો, થોડા સમયમાં જેલથી નીકળશે બહાર
Aryan Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:41 AM

આર્યન ખાન(Aryan khan) જેલમાંથી છૂટવાની તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી (Arthur Road jail) બહાર આવવાનો હતો. પરંતુ જામીનના આદેશની નકલ સમયસર જેલમાં પહોંચી શકી ના હોય આર્યન ખાન શુક્રવારે જેલમાંથી મુક્ત થયો ના હતો. તેથી સવારે જ પોલીસ રિલીઝ ઓર્ડર લઈને જેલની અંદર પહોંચી ગયા હતા. તેથી લાગી રહ્યું છે કે થોડા સમયમાં જ મુક્ત કરવામાં આવશે. તો બીજી તરફ આર્યનની આવવાની ખુશીમાં ઘર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 29 ઓક્ટોબરે જેલમાંથી બહાર આવી શક્યો ના હતો. કિંગ ખાન સહિતના ફેન્સ પણ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ એનડીપીએસ કોર્ટમાંથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી જામીનના હુકમની નકલ આર્થર રોડ જેલમાં પહોંચી ન હતી. જેના કારણે જામીન મળ્યા બાદ પણ આર્યનનેશુક્રવારની રાત પણ જેલમાં વિતાવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જામીનની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે આર્યન ખાને શુક્રવારની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડી હતી. જેલના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન શનિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે જેલમાંથી બહાર આવી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રિલીઝ ઓર્ડર સમયસર મળી જશે. આર્થર રોડ જેલના બેલ બોક્સમાં કેટલા રીલીઝ ઓર્ડર પેન્ડીંગ છે તેના પર પણ આધાર રાખે છે. જો પહેલા કરતા વધુ રીલીઝ ઓર્ડર હોય તો તેમાં થોડો સમય લાગી શકે છે અને જો ઓછા રીલીઝ ઓર્ડર હોય તો તેમાં વધુ સમય લાગતો નથી.

તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને શરતો સાથે જામીન આપ્યા છે. જે મુજબ આર્યનને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. તેઓ કોર્ટ કે એનસીબીને જાણ કર્યા વિના વિદેશ જઈ શકતા નથી. તેમને વિદેશ જવા માટે પરવાનગી લેવી પડશે. કોઈ આ કેસ વિશે નિવેદન આપી શકે નહીં. આર્યનને દર શુક્રવારે NCB ઓફિસમાં હાજર રહેવું પડશે.

ગુરુવારે કોર્ટ દ્વારા સ્ટારકિડને જામીન આપવાનો ચુકાદો આવતા બોલિવૂડમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાહરૂખ ખાન અને ગૌરી ખાનને અભિનંદન. એવા અહેવાલો છે કે અક્ષય કુમાર, સલમાન ખાન, સુનીલ શેટ્ટી, મહિપ કપૂર, સીમા ખાને કપલને ફોન કરીને અભિનંદન આપ્યા હતા. પુત્રને જામીન મળ્યા બાદ શાહરૂખ-ગૌરીએ મોટી રાહત અનુભવી હતી. બંનેની આંખમાં ખુશીના આંસુ હતા.

આ પણ વાંચો : અમેરિકા: FDAએ 5-11 વર્ષના બાળકોની કોરોના રસી માટે Pfizer ને મંજૂરી આપી

આ પણ વાંચો : જો ફિલ્મોમાં રસ હોય તો સરકાર આપી રહી છે તક, અભિનય, ગીત સહીત આ 8 સ્પર્ધાઓમાં દેખાડો કમાલ અને મેળવો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી

g clip-path="url(#clip0_868_265)">