Good news : આખરે 5 થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે Pfizer Inc. અને BioNTech SE કોરોનાવાયરસ વેક્સિનને મંજૂરી આપી છે. આ સાથે ફાઈઝર અમેરિકામાં બાળકોને આપવામાં આવતી પ્રથમ રસી પણ બની ગઈ છે.

Good news : આખરે 5 થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:10 AM

કોરોનાની(Corona) સંભવિત ત્રીજી લહેરને લઈને દેશ-વિદેશમાં સતર્ક થયા છે. જેમાં બાળકો માટેની વેક્સિન (Corona vaccine) પણ જરૂરી હતી. આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ લાખો બાળકોના કોવિડ-19 વેક્સિનેશન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે અહીં 5 થી 11 વર્ષના બાળકોને કોરોના વેક્સિન ફાઈઝરનો (Pfizer) ડોઝ આપવામાં આવશે. 

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે Pfizer Inc. અને BioNTech SE કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ સાથે, ફાઈઝર અમેરિકામાં બાળકોને આપવામાં આવતી પ્રથમ રસી બની ગઈ છે. જો કે, આ 5થી 11 વર્ષના બાળકો માટે આ વેક્સિનનો ડોઝનો સ્ટોક હાલમાં ઉપલબ્ધ નથી. તે જ સમયે, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને હજુ પણ રસીની ડોઝ કેવી રીતે કરવી તે અંગેની સૂચનાઓની જરૂર છે.

Pfizer એ શનિવારે જણાવ્યું હતું કે તે ફાર્મસીઓ અને બાળરોગ ચિકિત્સકોને બાળકો માટે Pfizer વેક્સિનના ડોઝ સપ્લાય કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફેડરલ હેલ્થ રેગ્યુલેટર્સે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ફાઈઝર વેક્સિન પ્રાથમિક શાળાના બાળકોમાં લક્ષણ સંક્ર્મણને રોકવા માટે અત્યંત અસરકારક હોવાનું જણાયું છે. અમેરિકામાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરવાની વિચારણા વચ્ચે નિયમનકારે આ વાત કરી છે કે વેક્સિનથી કોઈ અણધારી સલામતી સમસ્યાઓ ઊભી થતી નથી.

FDA ફાઇઝર સંબંધિતએ પૃથ્થકરણ સાથે સંબંધિત માહિતી એ સમયે આપી છે જયારે આવતા અઠવાડિયે જાહેર સભામાં ચર્ચા થવાની હતી કે દેશમાં પાંચથી 11 વર્ષની વયના લગભગ 2.8 કરોડ બાળકો માટે રસીના ડોઝ તૈયાર છે કે કેમ.

એફડીએના વૈજ્ઞાનિકોએ તેમના વિશ્લેષણમાં જણાવ્યું હતું કે આ રસી કોરોના વાયરસના સંક્ર્મણને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. આ રસીનો ફાયદો એ છે કે કોઈપણ સંજોગોમાં બાળકોમાં રસીની કોઈપણ ગંભીર આડઅસર થતી નથી.

એજન્સીના સમીક્ષકોએ, જોકે, ફાઈઝરની રસીને અધિકૃત કરવાની ભલામણ કરી નથી. એફડીએ સમીક્ષાએ ફાઇઝરના પરિણામોની પુષ્ટિ કરી છે કે રસીના બે ડોઝ બાળકોમાં સંક્ર્મણને રોકવામાં 91 ટકા સુધી અસરકારક હતી.

હાલમાં, Pfizerની વેક્સિન 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવી રહી છે. જો કે, બાળકોના ડોક્ટર અને માતાપિતા બાળકો માટે રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ તેમના બાળકોને શાળામાં મોકલતા પહેલા સંક્રમક ડેલ્ટા વેરિઅન્ટથી બચાવવા માંગે છે. અત્યાર સુધી, 25,000 થી વધુ બાળરોગ અને બાળકોના આરોગ્ય સંભાળ કામદારોએ રસીકરણને ટેકો આપ્યો છે.

અમેરિકામાં પાંચથી 11 વર્ષની વયના બાળકોની સંખ્યા લગભગ 2.8 કરોડ છે. બાઇડન વહીવટીતંત્રે પહેલાથી જ તેમના માટે પૂરતી માત્રામાં રસીના ડોઝ ખરીદી લીધા છે. બાળકોની રસીને અલગ ઓળખ માટે રસીની બોટલનું ઓરેન્જ ઢાંકણું રાખ્યું છે.

આ પણ વાંચો : Mumbai Cruise Drugs Case: NCBના સાક્ષી કિરણ ગોસાવીની મુશ્કેલીઓ વધી, છેતરપિંડી મામલે કેસ નોંધાયો, 3 લોકોને નોકરીની આપી હતી લાલચ

આ પણ વાંચો :ભારતની સાથે FTA પર વધુ બે દેશ કરવા માંગે છે વાટાઘાટો, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે આપી જાણકારી

g clip-path="url(#clip0_868_265)">