AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાનાનું નામ પણ સામે આવ્યુ !

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ એનસીબીની (NCB) એક ટીમ શાહરૂખ ખાનના ઘર મન્નત પહોંચી છે, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાનાનું નામ પણ સામે આવ્યુ !
Ananya Panday (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 1:10 PM
Share

Aryan Khan Drugs Case : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા છે. આર્યન ડ્રગ્સ કેસની પૂછપરછ માટે એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના (Ananya Panday)ઘરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેનું નામ સામે આવ્યુ હતુ. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.હાલ,એનસીબીએ અનન્યા પાંડેને આજે 2 વાગ્યે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી છે.

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેની વધી મુશ્કેલી

અહેવાલો અનુસાર, અનન્યા પાંડેની સાથે ડ્રગ્સ ચેટમાં (Aryan Drugs Chat) આર્યન ખાનની બહેન સુહાના ખાનનું નામ પણ સામે આવ્યું છે. અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન (Search Operation) માટે શાહરુખ ખાનના ઘરે પહોંચેલી એનસીબી ટીમની ઘણી તસવીરો સામે આવી છે. એનસીબીની ટીમ હાલ આર્યન ખાનના ડ્રગ્સ કેસની ફાઈલો સાથે શાહરુખ ખાનના ઘરે પહોંચી છે.

આર્યન ખાનની  ડ્રગ્સ ચેટમાં ચોંકાવનારા ખુલાસા

તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ક્રૂઝ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન આ કેસમાં 3 ઓક્ટોબરથી જેલમાં છે. બુધવારે આર્યન ખાનની જામીન અરજી મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં આર્યન ખાનના વકીલોએ શાહરુખના પુત્રના જામીન માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આર્યન ખાનની જામીન અરજી પર હવે બોમ્બે હાઈકોર્ટમાં 26 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: આર્થર રોડ જેલમાં શાહરૂખ ખાને આર્યન સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી, જેલમાં બોલિવુડ સુપરસ્ટારને આ રીતે મળી એન્ટ્રી !

આ પણ વાંચો: Jacqueline Fernandezની EDએ કરી 7 કલાક સુધી પુછપરછ, એજન્સીનો દાવો સુકેશે અભિનેત્રીને ગિફ્ટ કરી હતી લગ્ઝરી કાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">