AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Updates: અનિલ દેશમુખના પુત્રનો મિત્ર સુનિલ પાટીલ છે આર્યન ખાન ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ, ભાજપ નેતાનો મોટો ખુલાસો

મોહિત કંબોજે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીત ચીકુ પઠાણ સાથે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મુલાકાત કરી હતી.

Aryan Khan Updates: અનિલ દેશમુખના પુત્રનો મિત્ર સુનિલ પાટીલ છે આર્યન ખાન ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ, ભાજપ નેતાનો મોટો ખુલાસો
મોહિત કંબોજ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:35 PM
Share

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) ભાજપ નેતા મોહિત કંબોજે (Mohit Kamboj,BJP) મોટો ખુલાસો કર્યો છે. મોહિત કંબોજે પોતાના ખુલાસામાં આર્યન ખાન ડ્રગ્સ કેસના માસ્ટરમાઈન્ડ સુનિલ પાટીલને (Sunil Patil) જણાવ્યું છે. મોહિત કંબોજના જણાવ્યા અનુસાર સુનિલ પાટીલ 20 વર્ષથી શરદ પવારની પાર્ટી NCPના કાર્યકર છે. આટલું જ નહીં, મોહિત કંબોજે આરોપ લગાવ્યો છે કે સુનિલ પાટીલ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખના નજીકના મિત્ર છે. મોહિત કંબોજે આ કેસમાં સુનિલ પાટીલ અને સેમ ડિસોઝા વચ્ચે થયેલી વાતચીતના પુરાવા તરીકે વોટ્સએપ મેસેજનો સ્ક્રીનશોટ રજૂ કર્યો છે.

આજે (6 નવેમ્બર, શનિવાર) મોહિત કંબોજે પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર મામલાની વિસ્તૃત માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે સુનીલ પાટીલે 1 નવેમ્બરે સેમ ડિસોઝાને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો. આ પછી વોટ્સએપ કોલ કર્યો. તેણે સેમને કહ્યું કે તેની પાસે 27 લોકોની લીડ છે. તેણે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી વિશે માહિતી આપી.

આર્યન ખાન ડ્રગ કેસમાં મોહિત કંબોજે શું કર્યો ખુલાસો?

મોહિત કંબોજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેપી ગોસાવીનો ફોટો દેશભરમાં ચર્ચામાં હતો. કિરણ ગોસાવી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સેલ્ફી લેતી જોવા મળ્યો હતો. બીજા ફોટામાં કિરણ ગોસાવી આર્યન ખાનને પકડીને એનસીબી ઓફિસ લઈ જતા જોવા મળ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલામાં માસ્ટર માઈન્ડ સુનિલ પાટીલ છે.

મોહિત કંબોજે દાવો કર્યો હતો કે પાટીલે સેમને એનસીબીના કેટલાક અધિકારી સાથે વાત કરવાની માંગ કરી હતી. સેમ ડિસોઝાએ NCB અધિકારી વીવી સિંહ સાથે વાત કરી અને સુનીલ પાટીલને આ અંગે જાણ કરી. 2 ઓક્ટોબરના રોજ સુનીલ પાટીલે સેમ ડિસોઝાને તેના એક માણસને NCB અધિકારીને મળવા કહ્યું. ત્યારબાદ પાટીલે કિરણ ગોસાવીનો નંબર આપ્યો અને કહ્યું કે આ મામલે માત્ર કિરણ ગોસાવી જ તેમનો સંપર્ક કરશે.

દાઉદ ઈબ્રાહિમના સાગરિત ચીકુ પઠાણ સાથે અનિલ દેશમુખ શું કરતા હતા?

મોહિત કંબોજે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીત ચીકુ પઠાણ સાથે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મુલાકાત કરી હતી. ભાજપ નેતાએ સવાલ કર્યો કે  ડી કંપનીના આ સાગરીત સાથે અનિલ દેશમુખ મહારાષ્ટ્ર સરકારના સહ્યાદ્રી ગેસ્ટહાઉસમાં શું કરી રહ્યા હતા?

આર્યન ખાન ડ્રગ્સ કેસનો માસ્ટર માઇન્ડ સુનીલ પાટીલ

‘સુનીલ પાટીલ ટ્રાન્સફર-પોસ્ટિંગ રેકેટ ચલાવે છે, ઘણા મંત્રીઓ સાથે તેની સાંઠગાંઠ છે’

મોહિત કંબોજે કહ્યું, “સુનીલ પાટીલ એનસીપીના સ્થાપક સભ્ય છે. તે ધુલેનો રહેવાસી છે. તેઓ 20 વર્ષથી NCP સાથે જોડાયેલા છે. માત્ર સંબંધો જ નહીં, તે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખના નજીકનો મિત્ર છે. તેની રાજ્યના તમામ એનસીપી નેતાઓ અને મંત્રીઓના ઘરની અવર જવર છે.

સુનિલ પાટીલ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ કરાવવા માટે પૈસા લેતો હતો. તે રાજ્યના ગૃહ વિભાગમાં બદલી માટે રેકેટ ચલાવતો હતો. સુનીલ પાટીલનું રેકેટ 1999થી 2014 સુધી સક્રિય હતું. 2014માં સરકાર બદલાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 2019 પછી સુનીલ પાટીલે ફરીથી મહારાષ્ટ્રની ફાઈવ સ્ટાર હોટલોમાં બદલીઓ કરાવવાનું રેકેટ શરૂ કર્યું.આ રેકેટમાં તેની સાથે મહાવિકાસ અઘાડીના ઘણા મંત્રીઓ સંકળાયેલા છે.

શાહરૂખ ખાનની મેનેજર સાથે ડીલ કેસમાં સેમ ડિસોઝાએ સુનીલ પાટીલનું નામ પણ લીધું હતું

ભાજપ નેતા મોહિત કંબોજે કહ્યું કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એનસીપીના પ્રવક્તા નવાબ મલિક, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સેમ ડિસોઝા નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે. ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે પણ સેમ ડિસોઝાનો ઉલ્લેખ કર્યો છે.

સેમ ડિસોઝાએ સોમવારે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાનના કેસને દબાવવા માટે કિરણ ગોસાવીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે 18 કરોડની ડીલ કરી હતી. આ ડીલમાં સુનીલ પાટીલ ગોસાવીની મદદ કરી રહ્યો હતો.

મામલાને ભટકાવામાં આવી રહ્યો છે, નવાબ મલિકની પ્રતિક્રિયા

આ મામલે પ્રતિક્રિયા આપતા નવાબ મલિકે મોહિત કંબોજના આરોપોને મુદ્દાને ડાયવર્ઝન માટેનો ગણાવ્યો હતો. તેણે ટ્વીટ કરીને જવાબ આપ્યો અને કહ્યું કે તે આવતીકાલે (રવિવાર, 7 નવેમ્બર) આ મામલે જવાબ આપશે.

આ પણ વાંચો :  Ahmednagar Hospital Fire : મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિજનોને પાંચ લાખ સહાયની કરી જાહેરાત, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">