Ahmednagar Hospital Fire : મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિજનોને પાંચ લાખ સહાયની કરી જાહેરાત, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. હાલ જિલ્લા કલેક્ટરને ઘટનાની તપાસ કરવા અને એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં આગને કારણે 10 લોકોના મોત થયા છે. જ્યારે આ ભીષણ આગમાં અનેક લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) આ ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને પાંચ લાખ સહાયની કરી જાહેરાત
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે (Rajesh Tope) દ્વારા અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં આગની ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લા કલેક્ટરને આ ઘટનાની તપાસ કરી એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે.
Rs 5 lakh each has been announced to the kin of the deceased. DC had been ordered to conduct the enquiry of the incident and to submit the report in a week’s time: Maharashtra Health Minister, Rajesh Tope on fire incident at Ahmednagar District Hospital
(File photo) pic.twitter.com/j0gAsZpTL7
— ANI (@ANI) November 6, 2021
શું ઓક્સિજન સપ્લાય બંધ થવાથી દર્દીઓના મોત થયા ?
મળતી માહિતી અનુસાર ICUમાં 17 કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. આગના કારણે અહીં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ ગયો હતો. આ કારણથી એવું માનવામાં આવે છે કે ઘણા કોરોના સંક્રમિતોના (Corona Patient) મોત પણ ગૂંગળામણને કારણે થયા છે. તપાસ બાદ જ સાચો આંકડો બહાર આવશે કે આગના કારણે કેટલા દર્દીઓના મોત થયા છે અને કેટલા દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીએ પણ અહમદનગરની હોસ્પિટલમાં (Civil Hospital) આગની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, મહારાષ્ટ્રના અહેમદનગરની સિવિલ હોસ્પિટલમાં આગને કારણે થયેલા હદયદ્રાવક ઘટનાથી ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના.
આ ઉપરાંત પીએમ મોદીએ (PM Narendra Modi) પણ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરતા લખ્યુ કે, મહારાષ્ટ્રના અહમદનગરમાં એક હોસ્પિટલમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, કોર્ટ 19 નવેમ્બર સુધી દેશમુખની કસ્ટડી વધારી