‘અગ્નિપથ યોજના’ પર મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેનો કટાક્ષ, કહ્યું ‘ભાડાની સેના તૈયાર કરી રહ્યા છો તો ભાડાના નેતાઓનું પણ ટેન્ડર કાઢો’

|

Jun 19, 2022 | 4:58 PM

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એવા વચનો આપવા જોઈએ જે પૂરા થઈ શકે. બે કરોડ નોકરીઓ આપવાના વચનો આપવામાં આવ્યા હતા. હવે તેમની સામે સમસ્યાઓ ઉભી થઈ છે કે તેને કેવી રીતે પૂર્ણ કરવી? સીએમ ઠાકરેએ કહ્યું, 'અચાનક ઉતાવળમાં એક નવો પ્લાન અગ્નિપથ...અગ્નવીર સામે આવ્યો છે.

અગ્નિપથ યોજના પર મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેનો કટાક્ષ, કહ્યું ભાડાની સેના તૈયાર કરી રહ્યા છો તો ભાડાના નેતાઓનું પણ ટેન્ડર કાઢો
Cm Uddhav Thackeray
Image Credit source: File Image

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) આજે ​​(19 જૂન, રવિવાર) ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ શિવસેનાની વર્ષગાંઠના અવસર પર શિવસેનાના ધારાસભ્યોને સંબોધિત કરી રહ્યા હતા. આ અવસર પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આવતીકાલે યોજાનારી વિધાન પરિષદની ચૂંટણીને (Maharashtra MLC Election) લઈને તેમના ધારાસભ્યોને ખાસ સંદેશ પણ આપ્યો હતો. તેમણે કેન્દ્રની અગ્નિપથ યોજનાને (Agnipath Scheme) પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું, ‘હૃદયમાં રામ અને હાથમાં કામ. દેશનું ચિત્ર કંઈક આવું હોવું જોઈએ. હાથમાં કામ ન હોય તો રામ-રામ કરવાનો કોઈ અર્થ નથી પણ શું થઈ રહ્યું છે? ભાડાની સેના? આ શું રીત છે? તો0 પછી ભાડાના નેતાઓના ટેન્ડર પણ કાઢો ને?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એવા વચનો આપવા જોઈએ જે પૂરા થઈ શકે. બે કરોડ નોકરીઓ આપવાના વચનો આપવામાં આવ્યા હતા. હવે તેમની સામે સમસ્યાઓ ઉભી થઈ છે કે તેને કેવી રીતે પૂર્ણ કરવી? સીએમ ઠાકરેએ કહ્યું, ‘અચાનક ઉતાવળમાં એક નવો પ્લાન અગ્નિપથ…અગ્નવીર સામે આવ્યો છે. આખરે દેશના યુવાનોના જીવનમાં એવો સમય કેમ આવ્યો કે તેમને રસ્તા પર ઉતરવું પડ્યું. અગ્નિપથ યોજના એક મૃગજળ છે. આગળ માત્ર સૂકી રેતી છે, પાણીની કોઈ નિશાની નથી. ચાર વર્ષ પછી નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે ત્યારે આ યુવાનો ક્યાં જશે?

શીખવાડશે ડેટિંગ-પેઈન્ટિંગનું કામ અને અગ્નિપથ નામ?

સીએમ ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે ‘તે જ રીતે દેશમાં ઉતાવળમાં નોટબંધી લાવવામાં આવી હતી. લોકોએ તેને ડરથી પચાવી લીધી. પછી કૃષિ કાયદો આવ્યો, સરકારે તેને પાછો ખેંચવો પડ્યો. વચનો આપો જે પૂરા કરી શકાય. બે કરોડ નોકરી આપવાની વાત કરી પણ કંઈ આપી શક્યા નહીં. આવી સ્થિતિમાં અચાનક અગ્નિપથ લઈ આવ્યા. શીખવાડશે સુથારનું કામ, ચણતરનું કામ, વોલ પેઈન્ટીંગ અને નામ અગ્નિપથ?

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

‘MLC ચૂંટણીની ચિંતા નથી, શિવસૈનિકોને ખસેડવાની કોઈની તાકાત નથી’

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલની વિધાન પરિષદની ચૂંટણી પહેલા શિવસેનાના વિધાનસભ્યોના વિભાજનની આશંકા પર કહ્યું “શિવસેનામાં કોઈ ગદ્દાર નથી. જો કોઈ દેશદ્રોહી છે તો તે શિવસૈનિક નથી. તેથી મને આવતીકાલની ચૂંટણીની ચિંતા નથી. રાજ્યસભાની ચૂંટણીમાં પણ શિવસેનાનો એકપણ ધારાસભ્ય ફૂટ્યો નહોતો. માતાનું દૂધ વેચતું બીજું કોઈ હોઈ શકે, શિવસૈનિક નહીં. બાળાસાહેબ ઠાકરેનો આ મુદ્દો ખૂબ મહત્વનો છે. દરેક શિવસૈનિક આ વાત જાણે છે.

Next Article