Maharashtra Political Crisis : રાઉતની ધમકી બાદ, 38 ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવાના મુદ્દે શિંદેએ CM ઠાકરે, ગૃહપ્રધાન, DGP ને લખ્યો પત્ર

|

Jun 25, 2022 | 11:45 AM

સંજય રાઉતે જે ધારાસભ્યો બહાર ગયા છે તેમના માટે મહારાષ્ટ્ર પરત ફરવુ મુશ્કેલ બનશે તેવી ઉચ્ચારેલી ધમકી બાદ, 38 ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે.

Maharashtra Political Crisis : રાઉતની ધમકી બાદ, 38 ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવાના મુદ્દે શિંદેએ CM ઠાકરે, ગૃહપ્રધાન, DGP ને લખ્યો પત્ર
Eknath Shinde and CM Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ સરકાર પર 38 ધારાસભ્યોના પરિવારની સુરક્ષા (Eknath Shinde Letter) દૂર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં શિંદે તરફથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપીને પત્ર લખવામાં આવ્યો છે. ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા દૂર કરવા પર શિંદેએ કહ્યું કે ધારાસભ્યો અને તેમના પરિવારજનોને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. પત્રમાં શિંદેએ શિવસેના નેતા સંજય રાઉતની (Sanjay Raut) ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. શિંદેના જણાવ્યા મુજબ, રાઉતે કહ્યું હતું કે જે ધારાસભ્યો બહાર ગયા છે તેમના માટે મહારાષ્ટ્ર પરત ફરવું મુશ્કેલ બનશે.


શિવસેનાને કોઈ સરળતાથી તોડી નહીં શકેઃ સંજય રાઉત

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ​​બપોરે 1 વાગ્યે સેના ભવન ખાતે શિવસેનાના તમામ રાષ્ટ્રીય કાર્યકારીઓની બેઠક બોલાવી છે. ઠાકરે વીસી મારફત આ બેઠકની અધ્યક્ષતા કરશે. શિવસેનાની આ બેઠક અંગે સંજય રાઉતે કહ્યું કે આજની કાર્યકારિણી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવશે. આ પાર્ટી રાજ્ય અને દેશની બહુ મોટી પાર્ટી છે. બાળાસાહેબ જી, ઉદ્ધવ ઠાકરે અને તમામ કાર્યકર્તાઓએ આ પાર્ટીની રચનામાં લોહી અને પરસેવો વહાવ્યો છે. રાઉતે વધુમાં કહ્યું કે આ પાર્ટીને કોઈ સરળતાથી લૂંટી કે તોડી નહીં શકે. માત્ર પૈસાના આધારે પાર્ટી ખરીદી શકાતી નથી. અત્યારે જે કટોકટી છે તેને અમે કટોકટી નથી માનતા, પરંતુ અમારા માટે પાર્ટીનો વિસ્તાર કરવાની મોટી તક છે.

“ગઈ રાત્રે અમને 10 બળવાખોર ધારાસભ્યોના ફોન આવ્યા”

સંજય રાઉતે વધુમાં કહ્યું કે આ શિવસેનાને કોઈ સરળતાથી લૂંટી તે તોડી નહીં શકે. માત્ર પૈસાના આધારે પાર્ટી ખરીદી શકાતી નથી. અત્યારે જે કટોકટી છે તેને અમે નથી માનતા, પરંતુ પાર્ટીનો વિસ્તાર કરવાની અમારા માટે મોટી તક છે. સંજય રાઉતે ભાજપનું નામ લેતાં કહ્યું કે બકરીની જેમ લોહી વહેવડાવાનું બંધ કરો. ગઈકાલે રાત્રે શરદ પવારની હાજરીમાં અમારી બેઠક દરમિયાન અમને 10 બળવાખોર ધારાસભ્યોનો ફોન આવ્યો હતો. વિધાનસભા ગૃહમાં આવો, પછી ખબર પડશે કે કોણ મજબૂત છે.

Published On - 11:38 am, Sat, 25 June 22

Next Article