AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું સિદ્ધાર્થ શુકલાનું શહનાઝ ગિલ સાથે થઇ ગયું હતું બ્રેકઅપ ? એક્ટ્રેસે જણાવી સચ્ચાઈ

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ બધાના ફેવરિટ હતા. જ્યારે પણ બંનેની જોડી એકસાથે આવતી ત્યારે કોઈ તેમના પરથી નજર હટાવી શકતું ન હતું. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

શું સિદ્ધાર્થ શુકલાનું શહનાઝ ગિલ સાથે થઇ ગયું હતું બ્રેકઅપ ? એક્ટ્રેસે જણાવી સચ્ચાઈ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:18 AM
Share

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહેનાઝ ગિલની (Shehnaaz Gill)જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. સિદ્ધાર્થના મૃત્યુ પછી શહનાઝ એકલી પડી ગઈ હતી અને ભાંગી પડી હતી. આટલું જ નહીં. તે ઘણા સમયથી પબ્લિક પ્લેસ પર પણ જોવા મળી ન હતી. 

પરંતુ હાલમાં જ શહનાઝની ફિલ્મ હૌસલા રાખ રીલિઝ થઈ હતી. જેના પ્રમોશન દરમિયાન શહનાઝ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થના મૃત્યુ બાદ એવા સમાચાર આવ્યા હતા કે બંનેનું અગાઉ બ્રેકઅપ થઈ ગયું હતું.

હવે શહનાઝે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઝૂમ સાથે વાત કરતા શહનાઝે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. વાસ્તવમાં, જ્યારે શહનાઝને સિદ્ધાર્થ સાથેના બ્રેકઅપના સમાચાર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘તેણે કહ્યું કે મારું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ આવું ક્યારેય ન થઈ શકે.’ અભિનેત્રીએ તાજેતરમાં પ્રમોશન દરમિયાન આ ખુલાસો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા શહનાઝે ઘણા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે સિદ્ધાર્થને પસંદ કરે છે. જોકે સિદ્ધાર્થે હંમેશા શહનાઝને પોતાની સારી મિત્ર ગણાવી છે.

જાણો શું કહ્યું શહનાઝે શહેનાઝે કહ્યું, ‘એવું બિલકુલ નથી. ચાલો હું તમને કહું કારણ કે અમે આ વિશે વાત કરી રહ્યા છીએ. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે, ત્યારે તે પ્રાણી તરીકે નહીં પણ બીજા મનુષ્ય તરીકે જન્મ લે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ શહનાઝે સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ગીત રિલીઝ કર્યું હતું. આ ગીતનું નામ તુ યેહી હૈ છે. આ ગીતમાં શહનાઝ સિદ્ધાર્થને હંમેશા મિસ કરતી જોવા મળી હતી. આ સાથે શહનાઝ અને સિદ્ધાર્થના બિગ બોસ દરમિયાનના કેટલાક દ્રશ્યો પણ આ ગીતમાં બતાવવામાં આવ્યા છે. જોકે આ ગીતને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાકને તે ગમ્યું તો કેટલાકે આ ગીતને ટ્રોલ કર્યું હતું.

સિદ્ધાર્થની માતાએ રાખ્યું ધ્યાન સિદ્ધાર્થના મૃત્યુ પછી શહનાઝની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે તેના કામમાંથી બ્રેક લઈને ઘરે જ રહેતી હતી અને કોઈના સંપર્કમાં નહોતી. જો કે આ દરમિયાન સિદ્ધાર્થની માતાએ શહનાઝનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. આટલું જ નહીં, તેણે શહનાઝને કામ પર પાછા ફરવા માટે પ્રેરિત કરી છે.

હવે શહનાઝ આગળ શું કરવા જઈ રહી છે તે વિશે કોઈ માહિતી નથી કારણ કે તેણે તેના આગામી પ્રોજેક્ટ્સ અંગે કોઈ જાહેરાત કરી નથી.

આ પણ વાંચો : PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ

આ પણ વાંચો : Diwali 2021: PM મોદીએ ગુજરાતીમાં કર્યું ‘નૂતન વર્ષાભિનંદન’, જો બાઈડેન સહિત વિશ્વના પ્રમુખ નેતાઓએ આપી દિવાળી શુભેચ્છા

g clip-path="url(#clip0_868_265)">