Maharashtra: પૂણેમાં એક ચોર તાળું તોડ્યા વગર લોકઅપમાંથી ફરાર, ટ્રીક જાણીને પોલીસ પણ અચંબિત, જુઓ વીડીયો

|

Mar 22, 2022 | 7:14 PM

ચોરને પકડીને પોલીસ સ્ટેશન પરત લાવ્યા બાદ તે લોકઅપમાંથી કેવી રીતે બહાર આવ્યો તે જાણવા માટે પોલીસને ઉત્સુકતા હતી. જે બાદ જ્યારે ચોરે પોલીસને લોકઅપમાંથી ભાગી જવાની યુક્તિ કહી. તો પોલીસ પણ યુક્તિ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

Maharashtra: પૂણેમાં એક ચોર તાળું તોડ્યા વગર લોકઅપમાંથી ફરાર, ટ્રીક જાણીને પોલીસ પણ અચંબિત, જુઓ વીડીયો
Symbolic Image

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) પૂણેમાં (Pune) એક ચોરે પોલીસના હોંશ ઉડાવી દીધા છે. પોલીસ ચોંકી ગઈ છે કે લોકઅપમાંથી ચોર તાળુ તોડ્યા વિના અને લોખંડના સળીયાઓ કાપ્યા વગર કેવી રીતે ભાગી શકે છે. આ ચોંકાવનારો કિસ્સો પૂણેથી સામે આવ્યો છે. આરોપી ચોર ચતુરાઈ અપનાવીને પોલીસ સ્ટેશનમાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો. જોકે પોલીસની ટીમે આ ચોરને ફરી પકડી લીધો હતો. જે બાદ મામલો સામે આવ્યો હતો કે તે લોકઅપમાંથી તાળું તોડ્યા વગર જ કેવી રીતે ભાગી ગયો હતો.

એક આરોપી પૂૂણે-નાસિક હાઈવે નજીક પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ગુમ થઈ ગયો હતો. લોકઅપનું તાળુ બંધ હતું. લોખંડના સળિયા એવા જ હતા છતાં ચોર લોકઅપમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ જોઈને પોલીસને ખૂબ જ આશ્ચર્ય થયું. પોલીસ સમજી શકી ન હતી કે ચોર તાળુ તોડ્યા વિના કે સળીયા કાપ્યા વિના કેવી રીતે ભાગી ગયો. નિરાંતની વાત એ રહી કે ભાગી ગયેલા ચોરને પોલીસે ફરીથી પકડી લીધો છે.

ચોરની નાસી છૂટવાની ટ્રીક જાણીને પોલીસના હોંશ ઉડી ગયા હતા

ચોરને પકડીને પોલીસ સ્ટેશન પરત લાવ્યા બાદ તે લોકઅપમાંથી કેવી રીતે બહાર આવ્યો તે જાણવા માટે પોલીસને ઉત્સુકતા હતી. જે બાદ જ્યારે ચોરે પોલીસને લોકઅપમાંથી ભાગી જવાની યુક્તિ કહી તો યુક્તિ સાંભળીને પોલીસ ચોંકી ગઈ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જુઓ વીડિયો:

સળિયાની વચ્ચેના ગેપમાંથી બહાર નીકળ્યો ચોર

જ્યારે ચોરે પોલીસને ડેમો બતાવ્યો તો પોલીસ હેરાન રહી ગઈ. પોલીસ સ્ટેશનમાં હાજર તમામ લોકો ચોંકી ગયા. ખરેખર ચોર સળિયા વચ્ચેના ગેપમાંથી બહાર નિકળી ગયો હતો. તેમાં કોઈ શંકા નથી કે આ ચોરે સમગ્ર તંત્રને વિચારવા મજબૂર કરી દીધું છે. પોલીસે તેમના લોકઅપને વધુ મજબૂત કરવાની જરૂર છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર પોલીસ ખૂબ જ આશ્ચર્યમાં છે.

તે જ સમયે તમને જણાવી દઈએ કે પૂણે પોલીસે મુઝફ્ફરપુર જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાલુ ઘાટથી જ્વેલરી વેપારી રવિ રંજનની ધરપકડ કરી છે. તેની એક કરોડ 13 લાખ રૂપિયાની સોનાની ઉચાપત કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Maharashtra: RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે નાગપુરમાં લગાવ્યા સનસનાટીભર્યા આરોપ, કહ્યું PFI હિંસક ગતિવિધિઓમાં સામેલ છે

Next Article