AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: પુણે, થાણે સહિત 23 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા, 224 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે અને થાણેના યુનિકોર્ન સ્ટાર્ટ અપ જૂથો પર દરોડા પાડ્યા હતા. આ પછી, આવકવેરા વિભાગે લગભગ 224 કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા રવિવારે (20 માર્ચ) આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

Maharashtra: પુણે, થાણે સહિત 23 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા, 224 કરોડની બેનામી સંપત્તિ જપ્ત
Income tax raid (symbolic picture)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 11:48 PM
Share

આવકવેરા વિભાગે (Income Tax Raids) મહારાષ્ટ્રના પુણે અને થાણે સહિત 23 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં 224 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ દરોડા પાંચ રાજ્યોમાં 23 થી વધુ સ્થળો પર પડ્યા છે. આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પુણે અને થાણેમાં યુનિકોર્ન સ્ટાર્ટ અપ ગ્રુપ (Unicorn Start Up Group) પર દરોડા પાડ્યા હતા. આ પછી, આવકવેરા વિભાગે લગભગ 224 કરોડની બેનામી સંપત્તિ શોધી કાઢી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા રવિવારે (20 માર્ચ) આ અંગેની માહિતી આપવામાં આવી હતી. 9 માર્ચે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ વાત ત્યારે સામે આવી જ્યારે ટેક્સ બોર્ડે રવિવારે આ અંગે નોટિસ જાહેર કરી હતી.

મરાઠી ન્યૂઝ વેબસાઈટ લોકસત્તા તરફથી મળેલી માહિતી અનુસાર, આ સ્ટાર્ટ-અપ કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સંબંધિત બિઝનેસ સાથે જોડાયેલી છે. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 6 હજાર કરોડથી વધુ છે. આ કંપનીનો બિઝનેસ સમગ્ર ભારતમાં ફેલાયેલો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને 22 લાખ રૂપિયાની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

કરોડોની રોકડમાં ખરીદ-વેચાણ, આ રીતે જમા થઈ 224 કરોડની બેનામી મિલકત

આ કંપની બોગસ ટ્રેડિંગ પ્રવૃતિઓમાં સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ કંપની વિશે જાણવા મળ્યું છે કે તેણે મોટી માત્રામાં બિનહિસાબી રોકડ ખર્ચ કરીને મિલકતો ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત 400 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની સામેના પુરાવાઓને સામે રાખીને ગ્રુપના ડાયરેક્ટરોની સામે તેમની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો છે કે તેની પાસે 224 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

આ ઉપરાંત, ગ્રુપના ડીરેક્ટર્સને દંડ સાથે બાકી વેરો ચૂકવવાની ઓફર કરી છે. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે યુનિકોર્ન ગ્રૂપે તેના સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ્સમાં ઘણાં બહારના નાણાંનું રોકાણ કર્યું છે. આ જૂથ મોરેશિયસમાં ખૂબ ઊંચા પ્રીમિયમ પર શેર આપીને પૈસા એકઠા કરતું હતું. દરોડા બાદ પૂછપરછમાં ગ્રુપ ડાયરેક્ટરોએ આ બાબતોની કબૂલાત કરી છે.

આ પણ વાંચો :  યશવંત જાધવે 1 હજાર મકાનો-દુકાનો અને 36 બિલ્ડીંગ ખરીદ્યા, આવકવેરાના દરોડા બાદ ભાજપના નેતાનો મોટો આરોપ

g clip-path="url(#clip0_868_265)">