‘ગાયને રાજ્ય માતાનો દરજ્જો’, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે સરકારનો મોટો નિર્ણય

|

Sep 30, 2024 | 4:17 PM

મહારાષ્ટ્ર સરકારે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે. ચૂંટણી પહેલા આ મોટું પગલું લેવામાં આવ્યું છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય આપતાં સરકારે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી દેશી ગાયનો દરજ્જો છે અને માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગીતા છે.

ગાયને રાજ્ય માતાનો દરજ્જો, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે સરકારનો મોટો નિર્ણય
Maharashtra

Follow us on

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાશ શિંદેના નેતૃત્વવાળી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગાયને રાજ્યની માતાનો દરજ્જો આપ્યો છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે આ આદેશ જારી કર્યો છે. તમને જણાવી દઈએ કે આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય જાહેર કરતાં જણાવાયું હતું કે વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયનું સ્થાન, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગીતા, આયુર્વેદ ચિકિત્સામાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનું મહત્વનું સ્થાન, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ અને સેન્દ્રિય ખેતી પ્રણાલીઓને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને ‘રાજ્યમાતા ગોમાતા’ તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ECની ટીમે બે દિવસ પહેલા મુલાકાત લીધી હતી

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય પ્રવાસ પર મહારાષ્ટ્ર પહોંચી હતી. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે અનેક રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરી હતી. ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 26મી નવેમ્બર પહેલા ચૂંટણી યોજવી પડશે, કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી

મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તમામ રાજકીય પક્ષોની બેઠક થઈ હતી. તમામ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમે તેને ઘણી સૂચનાઓ આપી છે.

Published On - 3:55 pm, Mon, 30 September 24

Next Article