NMACC પર રામાયણનું 4D આધ્યાત્મિક આયોજન: મુંબઈમાં ‘ધ ગ્રાન્ડ સીતા ચરિતમ’નું યોજાયું પ્રીમિયર
નિતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિયેટરમાં દર્શકો એ પોતાને રામાયણની એક આધ્યાત્મિક, જીવંત અને દર્શનીય દુનિયામાં સમર્પિત થયેલ અનુભવ કર્યો – એ પણ સીતા માતાની દ્રષ્ટિ દ્વારા કહેલી વાર્તા સ્વરૂપે.

નિતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિયેટરમાં દર્શકોએ પોતાને રામાયણની એક આધ્યાત્મિક, જીવંત અને દર્શનીય દુનિયામાં સમર્પિત થયેલ અનુભવ કર્યો – એ પણ સીતા માતાની દ્રષ્ટિ દ્વારા કહેલી વાર્તા સ્વરૂપે. આ 4D લાઈવ આર્ટ અનુભવમાં 513 કલાકારોએ ભાગ લીધો હતો અને 30થી વધુ પરંપરાગત અને આધુનિક કલાકૃતિઓનો સંયોજન કરવામાં આવ્યો હતો.
જાણીતા નૃત્યકલાકાર અને કોરિયોગ્રાફર શ્રીવિદ્યા વર્ચસ્વી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ પ્રોડક્શન માત્ર તેની ભવ્યતા માટે નહીં, પરંતુ માનવજાત માટે છેલ્લા 7500 વર્ષથી મહત્વ ધરાવતી રામાયણ જેવી કથાને ભાવનાત્મક અને કાવ્યમય રૂપમાં રજૂ કરવા માટે પણ લોકપ્રિય થયું.
બૉલીવુડ અભિનેતા વિક્રાંત મેસીએ કહ્યું, “આ અદ્ભુત હતું. હું ખુશ છું કે આવી અનુભૂતિ મેળવવા આવી શક્યો. શ્રીવિધ્યાજીએ એક્ટિંગ, દિગ્દર્શન અને કન્સેપ્ટ—all in one—શાનદાર રીતે કર્યું છે.” તો આ સાથે અભિનેત્રી હિના ખાને ઉમેર્યું, “અમે તો દીવાના થઈ ગયા! મન અવાક થઈ ગયું. સમગ્ર પ્રસ્તુતિ દરમ્યાન મને રોમાંચ આવ્યો. શ્રીવિદ્યા સીતા જેવા દેખાતા હતાં. બાળકો જે રીતે લિપસિંક કરતા હતાં, તે જોવા જેવું હતું.”
આ ભવ્ય આયોજનમાં અનેક અગત્યના મહેમાનો ઉપસ્થિત રહ્યા જેમ કે મહારાષ્ટ્ર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અલોક અરાધે, ટીવી અભિનેત્રી અદા ખાન, ભક્તિ ગાયિકા અનુરાધા પૌડવાલ, અને જાણીતા અભિનેતા પંકજ બેરી અને દલિપ તાહિલ.
આર્ટ ઓફ લિવિંગ સ્કૂલના બાળકો રહ્યા હાજર
મુંબઈનો કાર્યક્રમ વધુ પ્રભાવશાળી બની ગયો હતો જ્યારે ધારાવી સ્થિત “આર્ટ ઓફ લિવિંગ ફ્રી સ્કૂલ”ના 50થી વધુ બાળકો સ્ટેજ પર પોતાની ઉપસ્થિતિ દર્શાવતાં જોવા મળ્યા. એ બાળકોએ પોતાની મીઠી ઉર્જા અને આત્મવિશ્વાસથી સાબિત કર્યું કે કલાનું શિક્ષણ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
અનુરાધા પૌડવાલે કહ્યું “આ અદ્ભુત અનુભવ રહ્યો. ઘણો પ્રયત્ન દેખાઈ રહ્યો છે. બાળકોની ભાગીદારી જોઈને આનંદ થયો. ધાર્મિક સંસ્કૃતિના સંવર્ધન માટે આવું માધ્યમ જરૂરી છે.”
કથા 20થી વધુ રામાયણના વર્ઝનમાંથી લેવામાં આવી
આ કથા 20થી વધુ રામાયણના વર્ઝનમાંથી લેવામાં આવી છે અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના જ્ઞાનથી પ્રેરિત છે.આ શો ધાર્મિક વિસ્મય અને આધ્યાત્મિક બોધ દ્વારા સીતાના પ્રેમ, ત્યાગ, શાંતિ અને શૂરતા દર્શાવે છે. શ્રીવિદ્યા વર્ચસ્વી પહેલાં પણ “ધ રિધમ વિધિન” (લિંકન સેન્ટર, ન્યુયોર્ક) અને “ધ કોસ્મિક રિધમ” (વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ, ન્યૂ દિલ્હી) જેવા વિશાળ મંચ પર 4,600 કલાકારો સાથે પ્રદર્શન આપી ચૂક્યા છે.
શ્રીવિદ્યાએ કહ્યું:”મુંબઈની પ્રતિક્રિયા અદભુત રહી. મેં સીતા જેમ જીવન જીવ્યા એ સમજવાનો પ્રયત્ન કર્યો. જે રીતે તેઓ કાર્ય કરતા, જે રીતે તેઓ આત્મસમર્પણ કરતા—એ મને વ્યક્તિગત સ્તરે ખૂબ પ્રેરણાદાયક લાગ્યું. એ અનુભૂતિને આજના દર્શકો માટે સજીવ અને સ્પષ્ટ બનાવી શકાય એ મારી માટે સૌથી સંતોષકારક હતી.”
આ કાર્યક્રમ ફંડરેઇઝર તરીકે પણ ઉપયોગી રહ્યો છે—જે દ્વારા દેશભરના 1,327 આર્ટ ઓફ લિવિંગ ફ્રી સ્કૂલોમાં ભણતા 1 લાખથી વધુ આદિવાસી અને ગ્રામિણ બાળકોના ભવિષ્યને ટેકો મળ્યો છે. આ પ્રસ્તુતિ હવે અન્ય ભારતીય શહેરો અને આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ પ્રદર્શન માટે આગળ વધી રહી છે, જ્યાં તે દર્શકોમાં ભક્તિ અને જ્ઞાન જગાવવા માટે જતું રહેશે.
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. મહારાષ્ટ્રના વધારે સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
