મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી ભાગલા! કોંગ્રેસના 24 નેતાએ નાના પટોલેને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવવાની કરી માંગ

નાના પટોલે પર શિવાજીરાવ મોઘંના સમર્થકોનો આરોપ છે કે નાના પટોલેના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં જૂથબાજી વધી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીની ક્યારેક મુખ્ય વોટ બેંક ગણાતા દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાય દૂર ચાલી ગયો છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી ભાગલા! કોંગ્રેસના 24 નેતાએ નાના પટોલેને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવવાની કરી માંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 5:39 PM

છત્તીસગઢની રાજધાની રાયપરમાં કોંગ્રેસ પાર્ટીનું મહાઅધિવેશન ચાલી રહ્યું છે. આ મહાઅધિવેશનમાં કોંગ્રેસના તમામ નેતા સામેલ થઈ રહ્યા છે. 3 દિવસના આ અધિવેશનમાં ઘણા મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. સાથે જ કોંગ્રેસ વર્કિગ કમિટીને લઈને પણ શું નિર્ણય થાય છે, તેની પર લોકોની નજર છે પણ આ દરમિયાન વિદર્ભના 24 કોંગ્રેસી નેતાઓએ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષને હટાવવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશઅધ્યક્ષ નાના પટોલેને હટાવવાની માંગ સાથે જ શિવાજીરાવ મોઘેંને અધ્યક્ષ બનાવવા માટેની પણ માંગ કરવામાં આવી છે.

નાના પટોલે પર શિવાજીરાવ મોઘંના સમર્થકોનો આરોપ છે કે નાના પટોલેના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં જૂથબાજી વધી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીની ક્યારેક મુખ્ય વોટ બેંક ગણાતા દલિત, આદિવાસી અને મુસ્લિમ સમુદાય દૂર ચાલી ગયો છે. કોંગ્રેસ નેતા રમેશ ચેત્રથલાએ માંગ કરી છે કે હવે નવા પ્રદેશ અધ્યક્ષ આદિવાસી સમાજના કોઈ વ્યક્તિ હોવા જોઈએ.

આ પણ વાંચો; સંજય રાઉત મુશ્કેલીઓ વધી, 24 કલાકમાં બીજી FIR; સીએમના પુત્રને બદનામ કરવાનો આરોપ

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

‘પટોલે પાર્ટીમાં ‘નાનાગીરી’ ચલાવી રહ્યા છે, બધુ તેમની મરજી મુજબ થાય છે’

તે સિવાય નાના પટોલે પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પાર્ટી મિટિંગમાં તે કોઈનું સાંભળતા નથી અને પોતાની મરજી મુજબ નિર્ણય લે છે. કોંગ્રેસ સમિતિના સચિવ રહમાન ખાન નાયડૂ, સભ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટી પ્રકાશ મુગદીયા, સરદાર મહેન્દ્ર સિંહ સલૂજા, ઈક્રામ હુસૈન સહિત અન્ય 21 પાર્ટી પદાધિકારીઓએ રમેશ ચેત્રથલા પાર્ટી નિરિક્ષક સાથે મુંબઈમાં મુલાકાત કરી. નાના પટોલેને હટાવવાની માંગ કરવા માટે આ તમામ નેતાઓની રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં જવાની વાત પર સહમતિ બની છે.

થોડા દિવસ પહેલા પણ કોંગ્રેસમાં થયો હતો વિવાદ

નાના પટોલે પર અભિમાની હોવાનો આરોપ કોંગ્રેસ નેતાઓ પ્રથમવાર લગાવતા નથી. થોડા સમય પહેલા નાના પટોલે અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટની વચ્ચે પણ મતભેદ એટલો વધી ગયો હતો કે કેન્દ્રીય નેતૃત્વને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. નાસિકમાં વિધાન પરિષદની સ્નાતક બેઠક પર ચૂંટણી દરમિયાન સુધીર તાંબેને ટિકિટ આપવામાં આવી હતી, તેમને છેલ્લા સમયે ટિકિટ ના ભરી અને પોતાના પુત્ર સત્યજીત તાંબેને ચૂંટણીમાં ઉભો કરી દીધો. સત્યજીત તાંબે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટના ભાણિયા છે.

ફરી મુશ્કેલીમાં પડ્યા નાના પટોલે

આ બળવાખોરીનો આરોપ બાલાસાહેબ થોરાટને સહન કરવો પડ્યો, ત્યારબાદ સત્યજીત તાંબે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતીને આવ્યા. ત્યારબાદ તરત જ નાટકીય રીતે થોરાટે નાના પટોલેની વિરૂદ્ધ કારણ આપીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ વાતચીત કરીને તેમને સમજાવ્યા બાદ રાજીનામું પરત ખેંચવા માટે રાજી કરવામાં આવ્યા. તે પછી નાના પટોલેએ કહ્યું કે પાર્ટીમાં કોઈ મતભેદ નથી, ત્યારે હવે ફરી તેમની વિરૂદ્ધ વિદર્ભના 24 પાર્ટી પદાધિકારીઓએ અવાજ ઉઠાવ્યો છે અને કોંગ્રેસનો અંદરનો વિવાદ ફરી એકવાર બધાની સામે આવી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">