Maharashtra: કલ્યાણની આધારવાડી જેલમાં રહેલા 20 કેદીઓને કોરોના, થાણેની હોસ્પિટલમાં કરાયા દાખલ

|

Oct 18, 2021 | 5:32 PM

કોરોનાને કારણે બહારથી આવેલા કેદીઓને આધારવાડી જેલથી અલગ રાખવામાં આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણ ઘટવાનું શરૂ થયું, ત્યારે ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવેલા આ કેદીઓને આધારવાડી જેલમાં લાવવામાં આવ્યા. આ દરમિયાન જ્યારે આ કેદીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે 20 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

Maharashtra: કલ્યાણની આધારવાડી જેલમાં રહેલા 20 કેદીઓને કોરોના, થાણેની હોસ્પિટલમાં કરાયા દાખલ
File Photo

Follow us on

મહારાષ્ટ્રના કલ્યાણ સ્થિત આધારવાડી જેલમાં 20 કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ મળેલા આ કેદીઓને થાણે સિવિલ હોસ્પિટલમાં (Thane civil hospital) દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ પહેલા પણ એપ્રિલમાં, અહીં લગભગ 30 કેદીઓ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા.

 

કોરોનાને કારણે બહારથી આવેલા કેદીઓને આધારવાડી જેલથી અલગ રાખવામાં આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણ ઘટવાનું શરૂ થયું, ત્યારે ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવેલા આ કેદીઓને આધારવાડી જેલમાં લાવવામાં આવ્યા. આ દરમિયાન જ્યારે આ કેદીઓનો RT PCR ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે 20 કેદીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ કેદીઓમાં કોરોના સંક્રમણ કેવી રીતે લાગુ પડ્યું તે જાણી શકાયું નથી

મુખ્ય જેલની બહાર એટલે કે ડોન બોસ્કો સ્કૂલમાં રાખવામાં આવેલા આ 20 કેદીઓમાં કોરોના કેવી રીતે અને ક્યાં થયો તેની માહિતી મળી નથી. જેલ અધિક્ષક અંકુશ સદાફુલેના જણાવ્યા અનુસાર તેમને બે દિવસ પહેલા થાણે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. રિકવરી બાદ તેમને આઈસોલેશનમાં રાખવામાં આવશે. ક્વોરન્ટાઈનની અવધિ પૂર્ણ કરવામાં આવશે.

 

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1,715 નવા કેસ નોંધાયા છે. આ રીતે રાજ્યમાં કુલ 65,91,697 કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 29 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 1,39,789 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2,680 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. એટલે કે અત્યાર સુધીમાં 64,19,678 લોકો આ મહામારીમાંથી સાજા થયા છે.

 

રાજ્યમાં કોરોના રિકવરી રેટ 97.39 ટકા અને ડેથ રેશિયો 2.12 ટકા છે. રવિવારે 1,10,465 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,10,20,463 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં મહારાષ્ટ્રમાં 28,631 સક્રિય કેસ છે. મુંબઈની વાત કરીએ તો રવિવારે કોરોનાથી એક પણ મોત થયું નથી, પરંતુ 366 નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ જો આપણે મુંબઈને અડીને આવેલા થાણેની વાત કરીએ તો 182 નવા કેસ નોંધાયા છે.

 

આ પણ વાંચો : જમ્મુ-કશ્મીરની સ્થિતિને લઈને સંજય રાઉતનું મોટુ નિવેદન, કહ્યુ “પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર”

 

Next Article