Maharashtra : મહારાષ્ટ્રમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 12ના મોત; ઘણા ઘાયલ

Buldhana: મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આજે સવારે એટલે કે મંગળવારે રાજ્ય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.

Maharashtra : મહારાષ્ટ્રમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 12ના મોત; ઘણા ઘાયલ
maharashtra accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 1:07 PM

મંગળવારે મહારાષ્ટ્રમાં અલગ-અલગ ત્રણ અકસ્માતોમાં 12 લોકોના કરુણ મોત થયા હતા અને 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બુલઢાણામાં રાજ્ય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે સિંદખેડારાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Sameer Wankhede: સમીર વાનખેડેની નહીં થાય ધરપકડ, બોમ્બે હાઈકોર્ટે 8 જૂન સુધી આપી મોટી રાહત

આ અકસ્માત આજે સવારે નાગપુર-પુણે હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ પુણેથી બુલઢાણા માહેકર જઈ રહી હતી. જ્યારે ટ્રક મહેકરથી સિંદખેડ રાજા તરફ જઈ રહી હતી.તે દરમિયાન બંને વચ્ચે ટક્કર થઈ હતી. સ્થળ પર અરાજકતાનો માહોલ છે. આ અકસ્માતમાં બસને ઘણું નુકસાન થયું છે. બસના કાચ રોડ પર તુટી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના મોત થયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ બંને ડ્રાઈવર વાહનોમાં ફસાઈ ગયા હતા. કોઈક રીતે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, બંનેના મોત થયા હતા. ઘટના બાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરી અને પોતાની મદદ કરવા લાગ્યા. આ અકસ્માત આજે સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો.

અમરાવતી જિલ્લામાં એક ટ્રક અને ટાટા એસ વાહન વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. અહીં અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા અને સાત ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત દરિયાપુરથી અંજનગાંવ રોડ પર થયો હતો. તમામ મૃતકો ટાટાનગર બબડીના રહેવાસી છે. આ અકસ્માતમાં 2 બાળકો, 2 મહિલા અને એક પુરૂષના મોત થયા છે.

ગઈકાલે રાત્રે મુંબઈ-પુણે હાઈવે પર એક કન્ટેનર અને 5 વાહનો અથડાયા હતા. કન્ટેનરની બ્રેક ફેલ થઈ ગઈ અને તે એક કાર સાથે અથડાઈ. જેના કારણે પેટમાં 4 વાહનો આવી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે જ સમયે, 2 ગંભીર રીતે ઘાયલ છે જ્યારે 3 અન્યને પણ સામાન્ય ઈજાઓ થઈ છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">