સુરતથી અયોધ્યા જવા માટે કઈ ટ્રેન કે બસ છે ઉપલબ્ધ ? આવી રીતે કરી શકશો રામલલ્લાના દર્શન
સુરતથી અયોધ્યા જતી ફ્લાઈટ અંગે પણ તમે વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. જો કે આ બધાની વચ્ચે ફ્લાઈટના મોંઘા ભાડા કાઢવાને બદલે લોકો ટ્રેન કે બસોની ઈન્કવાયરી કરી રહ્યા છે. ત્યારે સુરતથી અયોધ્યા કઈ બસ કે ટ્રેન જઈ રહી છે ચાલો જાણીએ.

અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન આ મહિનાની 22મી જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. આ માટે દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવવાના છે. મુસાફરોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે, ફ્લાઈટ, ટ્રેન થી લઈને બસો દોડાવવામાં આવી રહી છે.
ત્યારે ગુજરાતથી પણ અયોધ્યા જવા માટે લોકોમાં ભીડ જામી છે. લોકો ફ્લાઈટથી લઈને ટ્રેનો અને ના મળે તો પ્રાઈવેટ સાધનોની સુવિધા કરી રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે. ત્યારે સુરતથી અયોધ્યા ફ્લાઈટ ચાલી રહી છે પણ ફ્લાઈટના ભાડાં મોંઘા હોવાથી લોકો ટ્રેન તેમજ બસોની તપાસ કરી રહ્યા છે.
સુરતથી અયોધ્યા માટે ટ્રેન કે બસ છે ઉપલબ્ધ?
અયોધ્યા દર્શન માટે લાખોના સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા પહોચી રહ્યા છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા જતી ફ્લાઈટ, બસ અને ટ્રેનની અગાઉ આપને માહિતી પહોંચાડી છે તે સાથે સુરતથી અયોધ્યા જતી ફ્લાઈટ અંગે પણ તમે વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. જો કે આ બધાની વચ્ચે ફ્લાઈટના મોંઘા ભાડા કાઢવાને બદલે લોકો ટ્રેન કે બસોની ઈન્કવાયરી કરી રહ્યા છે. ત્યારે સુરતથી અયોધ્યા કઈ બસ કે ટ્રેન જઈ રહી છે ચાલો જાણીએ.
તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે કોઈ ટ્રેન કે બસ હાલ શરુ કરવામાં આવી નથી પણ કદાચ ભક્તોની માંગને જોતા શરુ કરવામાં આવી શકે છે પણ જો તમારે હાલ અયોધ્યા જવું છે તો તમારે તેના માટે સુરતથી અમદાવાદ પહોંચવું પડશે અહીં ટ્રેન તેમજ બસ બન્ને શરુ કરવામાં આવી છે. ત્યારે તમને જણાવી દઈએ કે અમદાવાદથી અયોધ્યાની કઈ બસ અને કઈ ટ્રેન છે તેમજ તેનું ભાડું શું છે.
ટ્રેનોની શું સ્થિતિ?

જો તમે આવતી કાલે જ જવાની તૈયારી કરી રહ્યા હોવ તો કામખ્ય એક્સ પ્રેસ અને સાબરમતી એક્સ પ્રેસ એમ બે એક્સ પ્રેસ ટ્રેન છે. તમને જણાવી દઈએ કે મોટા ભાગની ટ્રેનોમાં બુકિંગ ફુલ છે જેને લઈને તત્કાલ ટ્રેન શરુ કરવામાં આવી રહી છે. આ ટ્રેન 09:45 થી શરુ થઈને બીજા દિવસે રાતે 11.50ની આસપાસ તમને અયોધ્યા પહોચાડી દેશે. જેમાં કામખ્ય એક્સ પ્રેસનુ સ્લીપર કોચનું ભાડું 775 છે જ્યારે 2 AC કોચનું ભાડું 2315 સુધી છે. જ્યારે સાબરમતી એક્સ પ્રેસમાં વેટિંગ ચાલી રહ્યુ છે.
પ્રાઈવેટ બસમાં ક્યાંથી બેસવું?

જો તમે પ્રાઈવેટ બસમાં જવા માંગતા હોવ તો પણ તમારે અમદાવાદથી બસ પકડવાની રહેશે. આ માટે અમદાવાદથી 3 બસો છે શ્રી સાવરિયા ટ્રાવેલ જે નોન એસી બસ છે જેનું ભાડું 1350 રુ છે., શ્રી મારુતી ટ્રાવેલ સ્લીપર કોચનું ભાડું 2450 રુપિયા છે, જ્યારે રાજ રતન ટુર ટ્રાવેલ જે એસી કોચ બસ છે જેનું ભાડું 2949 રુપિયા છે. આવી રીતે તમે અયોધ્યા પહોચી શકો છો અને વધારે જાણકારી માટે જેતે ઓનલાઈન બુકિંગ સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો.
