Wedding Cost Cutting: ઓછા ખર્ચે કરવા માગો છો લગ્ન? તો આ 7 ટિપ્સથી બચી જશે ઘણા પૈસા
દરેકના જીવનમાં એક વખત લગ્નનો પ્રસંગ આવતો હોય છે. ત્યારે હાલ આગામી પાંચ મહિના સુધી સારા મુહૂર્તના કારણે ઘણા લગ્ન પ્રસંગો યોજાશે. જો તમારા ઘર અથવા સગા સંબંધીઓના કોઈના લગ્ન થવાના હોય તો અહીં અમુક એવી ટિપ્સ છે જેનાથી પૈસા બચાવી શકાય છે.
લગ્ન પ્રસંગની સીઝન આવી ગઈ છે ત્યારે લગ્ન પ્રસંગ (Wedding)માં લોકો ખુબ પૈસા ઉડાવતા હોય છે. હરખમાંને હરખમાં લોકો દેવા પણ કરી બેસે છે. આ બાબતે જો થોડી સમજદારી દેખાડવામાં આવે અને પ્લાનિંગ સાથે કામ કરવામાં આવે તો ખરેખર ઘણા હદે ભાર ઓછો થઈ શકે છે. દરેકના જીવનમાં એક વખત લગ્નનો પ્રસંગ આવતો હોય છે. ત્યારે હાલ આગામી પાંચ મહિના સુધી સારા મુહૂર્તના કારણે ઘણા લગ્ન પ્રસંગો યોજાશે. જો તમારા ઘર અથવા સગા સંબંધીઓના કોઈના લગ્ન થવાના હોય તો અહીં અમુક એવી ટિપ્સ છે જેનાથી પૈસા (Wedding Cost)બચાવી શકાય છે.
વેડિંગ હોલનું બુકિંગ
ઠંડીના વાતાવરણના કારણે મોટાભાગના લોકો ગાર્ડનની જગ્યાએ મેરેજ હોલમાં જ લગ્નનું આયોજન કરતા હોય છે, પરંતુ લગ્નની તારીખના ઠીક પહેલા તેનું બુકિંગ કરવા તમારા માટે મોંઘુ પડી શકે છે. એટલા માટે બુકિંગ ઓફ સીઝન એટલે કે લગ્નની સીઝન પહેલા જ કરી લો તો તમને સસ્તી ડીલ મળી શકે છે. એવામાં જે લોકો આગામી વર્ષના માર્ચ અને એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે તેમના માટે અત્યારે જ વેડિંગ હોલ બુક કરવો યોગ્ય રહેશે.
ભાડે લેહેંગા-શેરવાની
દરેક વર કે વધુની એ ઈચ્છા હોય છે કે તે પોતાના લગ્નમાં સૌથી બેસ્ટ લાગે, લગ્નના કપડા પર તેઓ જોરદાર પૈસા ઉડાવે છે. જ્યારે કપડા વન ટાઈમિંગ વીયર જ હોય છે. લગ્ન માટે સ્પેશિયલ ડિઝાઈનર કલેક્શન ખરીદવાને બદલે ભાડા પર લેવાનો વિકલ્પ વધુ યોગ્ય છે. શહેરમાં ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાં લગ્નના કપડા ભાડે મળતા હોય છે.
ભાડે જ્વેલરી
કપડાંની જેમ તમે મોંઘા ઘરેણાં પણ ભાડે લઈ શકો છો. લગ્ન માટે ભાડે મેળવતા આર્ટિફિશિયલ જ્વેલરી એકદમ વાસ્તવિક લાગે છે. ઘરેણાં ભાડા પર લેવાથી લગ્નનો ખર્ચ પણ ઘણો ઓછો થાય છે.
વેડિંગ પ્લાનરની હેલ્પ
વેડિંગ ડેકોરેશન, કેટરિંગ, લોકેશન, ડીજે અને મેકઅપ આર્ટિસ્ટ માટે વેડિંગ પ્લાનર સાથે વાત કરવી ઠીક છે. તમારા બજેટમાં વેડિંગ પ્લાનર તમને યોગ્ય સલાહ આપશે. તેમજ લગ્ન માટે જરૂરી ચીજવસ્તુઓ કયા દરે મળે છે. તેની વધુ સારી માહિતી પણ આપશે. બ્રાઈડલ મેકઅપ માટે મેકઅપ આર્ટિસ્ટનો સંપર્ક કરી શકાય.
પોતાની મેકઅપ કિટ
દુલ્હનના મેકઅપ માટે મેકઅપ આર્ટિસ્ટનો કોન્ટેક્ટ કરી શકાય છે, પરંતુ કોઈ પણ મેકઅપ આર્ટિસ્ટ પોતાની મેકઅપ કિટ સાથે મેકઅપ કરશે તો તેનો ખર્ચ ડબલ થાય છે. એટલા માટે પહેલા નક્કી કરી મેકઅપ કીટ પોતાની જ રાખવી, જેથી સામાન પણ ઘણો બચશે અને પૈસા પણ ઓછા લાગશે.
શિયાળાના હિસાબે ડિશ નક્કી કરો
જો લગ્ન શિયાળામાં હોય તો તમે કેટરિંગમાંથી તે બધી વસ્તુઓ કાઢી નાખો. જેની જરૂર શિયાળાની ઋતુમાં નથી. જો તમે આ રીતે 4-5 વસ્તુઓ ઓછી કરી નાખશો તો ઘણો ખર્ચ બચી જાય છે અને તે પૈસાને બીજી જરૂરી વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય છે.
ડિજિટલ કાર્ડથી નિમંત્રણ
લગ્નમાં મોંઘા નિમંત્રણ કાર્ડના બદલે ડિજિટલ કાર્ડ બનાવી અને એજ દોસ્તો અને સગા સબંધીઓને મોકલી શકાય છે અને આમ પણ આજકાલ તેનો વધુ ટ્રેન્ડ છે અને છતાં કાર્ડ છાપવા પડે એમ હોય તો તમે સ્પેશિયલ ગેસ્ટનું એક લિસ્ટ તૈયાર કરી અને એ પ્રમાણે કાર્ડ છાપી શકો છો.
આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં રસીકરણ વિના નહીં મળે સરકારી રાશન, દુકાનોમાં લગાવાશે રસી
આ પણ વાંચો: 1 કિમીની રેન્જ સુધી કામ કરશે આ વાઈ-ફાઈ, કૃષિથી લઈ ટ્રાફિક સિગ્નલમાં પણ થશે ઉપયોગી