ચોમાસામાં થતા Skin Problemsનો આ ઘરઘથ્થુ ઉપાયોથી કરો સારવાર, આ ઔષધિઓથી મળશે મદદ

|

Aug 08, 2022 | 5:23 PM

Skin Problems : પ્રાચીન કાળથી ભારતમાં સ્વાસ્થ્ય સંબઘિત સમસ્યાઓ દૂર કરવા ઘરઘથ્થૂ ઉપચારોનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ તે તમામ ઘરઘથ્થૂ ઉપચારો તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.

ચોમાસામાં થતા Skin Problemsનો આ ઘરઘથ્થુ ઉપાયોથી કરો સારવાર, આ ઔષધિઓથી મળશે મદદ
Skin Problems
Image Credit source: file photo

Follow us on

ચોમાસુ (Monsoon) આ ધરતી અને તેના તમામ જીવો માટે નવજીવન લઈને આવે છે. ઉનાળાના આકળા તાપથી રાહત આપવાનું કામ ચોમાસાનો વરસાદ કરે છે. તેનાથી ખેતરના પાક અને ધરતીના દરેક છોડને નવજીવન મળે છે. પ્રકૃતિ ચારેય તરફથી ખીલી ઉઠે છે. પણ ચોમાસાના આ વરસાદને કારણે અનેક સમસ્યાઓ પણ સાથે આવે છે. જેમકે ગંદકી, રોગચારો, ટ્રાફિકજામ અને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ. ચોમાસામાં ઈન્ફેક્શન વધારે ફેલાય છે. ચોમાસામાં ત્વાચા પરના ઘાવને સ્વસ્થ્ય થતા વાર લાગે છે. ચોમાસામાં ત્વચા પર થતી સમસ્યાના 2 કારણ હોય છે. પહેલુ કારણ – ઈન્ફેકશન અને બીજુ કારણ – લોહીમાં રહેલી ગંદકી. ચોમાસામાં વરસાદને કારણે કીડા-મકોડા ત્વચા (Skin Problems) પર વારંવાર બેસે છે. તેના કારણે ત્વચા પર ફૂલ્લા થાય છે. આ ફૂલ્લાને કારણે થતા ઘાવથી દુખાવો અને અન્ય ઘણી સમસ્યાઓ થતી હોય છે. કેટલાક ઘરઘથ્થૂ ઉપાયોથી આવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

ભારતમાં આજે પણ આવી ત્વચા કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ઘરઘથ્થૂ ઉપચારોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ ઘરઘથ્થૂ ઉપચારો અપનાવી શકો છો. ચાલો જાણી તેના માચે મદદરુપ થતી કેટલીક ઔષધિઓ વિશે.

લીમડાના પાંદડાથી સારવાર

આયુર્વેદમાં લીમડાના પાંદડાને તમામ પ્રકારની સમસ્યાઓની સારવાર માટે શ્રેષ્ઠ ગણાવ્યા છે. લીમડાનું મહત્વ એટલું છે કે તેના ઘણા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે. વરસાદમાં ઘાવને મટાડવા માટે લીમડાના પાન લઈને તેને પીસી લો અને આ પેસ્ટને ઘાવની જગ્યા પર લગાવો. લીમડાના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો ત્વચાને સાજા કરવામાં મદદ કરશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કઢી પત્તાથી સારવાર

કઢી પત્તાને પણ એક પ્રકારની ઔષધિ માનવામાં આવે છે જે ભોજનનો સ્વાદ વધારે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો છે, જે ત્વચા પરના ઘાવને ઝડપથી રૂઝાવવામાં અસરકારક છે. કઢી પત્તાની દેશી સારવાર અપનાવવાથી ત્વચા પરની બળતરા પણ ઓછી થવા લાગે છે. તમારે દરરોજ 3 – 4 કઢી પત્તા ચાવવા પડશે. આ રેસિપી લોહીને શુદ્ધ કરવામાં કામ આવશે. આ સિવાય કઢી પત્તા અને લવિંગને પીસીને તેમાં નારિયેળનું તેલ ઉમેરો. આ પેસ્ટને દિવસમાં 2 વાર ઘાવ પર લગાવો.

આવી અનેક ઘરઘથ્થૂ ઉપચારોમાં વપરાતી ઔષધિથી ચોમાસામાં થતી ત્વચાની સમસ્યાઓ દૂર કરી શકાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article