ચોમાસામાં આંખોમાં થઈ શકે છે ઈન્ફેક્શન, આ ટિપ્સ અપનાવીને કરો તેની સંભાળ

Eye care tips: ચોમાસામાં આંખોમાં ઈન્ફેક્શનની સમસ્યા વધી જાય છે. જો સમયસર તેની સારવાર કરવામાં ના આવે તો તમે અંધ પણ થઈ શકે છે.

ચોમાસામાં આંખોમાં થઈ શકે છે ઈન્ફેક્શન, આ ટિપ્સ અપનાવીને કરો તેની સંભાળ
Eye infectionImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:56 PM

વરસાદ આવતા જ જનજીવન, પ્રાણીઓ અને આ ધરતી કઈ અલગ જ રીતે ખીલી ઉઠે છે. ચોમાસાના વરસાદને કારણે આ ધરતીને નવજીવન મળ છે. પણ ચોમાસાનો (Monsoon) આ વરસાદ પોતાની સાથે સાથે અનેક મુશ્કેલીઓ સાથે લઈને આવે છે. ચોમાસામાં ઘણા વાયરસ અને બેક્ટેરિયા એકટિવ થઈ જતા હોય છે. ચોમાસામાં આંખોના ઈન્ફેક્શનની સમસ્યાઓ પણ વધી જતી હોય છે. તેના કારણે આંખમાં દુખાવો, આંખમાંથી પાણી આવવું જેવી સમસ્યાઓ થાય છે. જો આ સમસ્યાની ઝડપથી સારવારના કરવામાં આવે તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે આંધળા પણ થઈ શકો છો. એટલા માટે આંખોના ઈન્ફેક્શનની સમસ્યાઓ, તેની સારવારની જાણકારી અને તેનાથી બચવાના ઉપાયની (Eye care tips) જાણકારી રાખવી જરુરી છે.

પોતાની કામકાજને કારણે લોકો આજના સમયમાં લેપટોપ અને મોબાઈલ પર વધારે સમય કાઢે છે. તેમાંથી નીકળતા કિરણો તમારી આંખોને નુકશાન પહોંચાડી શકે છે. ચોમાસામાં આંખોના ઈન્ફેકશનની સમસ્યા વધવા લાગે છે. આંખોમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે. જેમાં 3 મુખ્ય બીમારીઓ છે.

1. કન્જક્ટિવાઈટિસ : આંખોમાં ખંજવાળ, લાલાશ અને સોજો. આ ઋતુમાં આ ઈન્ફેક્શન ખૂબ જ વધી જાય છે.

આ પણ વાંચો

2. સ્ટાઈ : આ બીમારીમાં આંખોમાં સોજો આવે છે અને પરુ થાય છે.

3. આંખની એલર્જી: આ એલર્જીને કારણે આંખો લાલ થઈ શકે છે અને સતત ખંજવાળ આવે છે.

આ રીતે કરો આંખોની સંભાળ

  1.  તમારા હાથને સાબુ અને પાણીથી ધોતા રહો.
  2.  ધૂળવાળા કે ખરાબ હાથથી તમારી આંખોને સ્પર્શ ના કરો. તમને ચેપ પણ લાગી શકે છે.
  3. સૂર્યના કિરણોથી પોતાને બચાવવા માટે ચશ્મા પહેરો.
  4. સ્વિમિંગ કરતી વખતે ગોગલ્સ પહેરો. જેથી આંખને કોઈ નુકશાનના થાય.
  5. વધારે સમય સ્કિન પર પસાર ના કરો. આ માટે 20:20:20 નિયમ અનુસરો. દર 20 મિનિટે, 20 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અથવા મોબાઈલ કે લેપટોપને 20 ફૂટ દૂર રાખી જુઓ.
  6.  ડોકટરની સલાહ મુજબ આંખમાં આંખની દવાના ટીપાં નિયમિતપણે નાખો.
  7. ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લો.
  8. આંખની સ્વચ્છતાનું ધ્યાન રાખો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">