પ્રવાસ કરતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો, તમારું સ્વાસ્થ્ય નહીં બગડે
ઘણા લોકો મુસાફરી કરવા માંગે છે પરંતુ તેઓ મુસાફરી દરમિયાન અથવા પ્રવાસથી પાછા ફર્યા પછી બીમાર પડી જાય છે, જેના કારણે તેઓ મુસાફરી કરતા અચકાય છે. પરંતુ જો તેઓ આ બાબતોનું ધ્યાનમાં રાખશે તો મુસાફરી દરમિયાન બિમાર પડશો નહિ.

દરેક લોકોનું સપનું હોય છે કે, તે પરિવાર તેમજ મિત્રો સાથે ફરવા માટે કોઈ જગ્યા પર પ્લાન બનાવે. પરંતુ કેટલાક લોકોને ટ્રાવેલ કરતી વખત ડર પણ લાગે છે, આવું એટલા માટે કારણ કે, તેમણે પહેલા કરેલી ટુરનો અનુભવ સારો ન હતો. તે મુસાફરી કરતી વખતે સ્વાસ્થને લઈ ચિંતિત રહે છે કારણ કે, કેટલાક લોકોને સફર દરમિયાન હેલ્થ સાથે જોડાયેલી પરેશાની જેવી કે ઉલ્ટી, માથાનો દુખાવો, પેટનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.તો કેટલાક એવા લોકો પણ હોય છે જે ઘરે પહોંચીને બિમાર પડે છે.
એટલા માટે લોકો ટ્રાવેલ કરતી વખતે ડર અનુભવે છે પરંતુ તમે ટ્રાવેલની સાથે સાથે તમારા ફિટનેસનું પણ ધ્યાન રાખવું જોઈએ સાથે કેટલીક સાવધાનીઓ પણ રાખવી જોઈએ. કારણ કે, લાપરવાહી એ સમસ્યાનું કારણ બની શકે છે. તો ચાલો તમને જણાવીએ કે, મુસાફરી દરમિયાન તમે ફિટનેસનો ખ્યાલ કેવી રીતે રાખી શકો છો.
જમવાનું ધ્યાન રાખો
ફરવા જતી વખતે જમવાનું ધ્યાન રાખવામાં ન આવે તો તબિયત ખરાબ થઈ શકે છે. સફર દરમિયાન ડિહાઈડ્રેશનના કારણે ઉલ્ટી, તેમજ માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. એઠલા માટે પ્રવાસ દરમિયાન હેલ્ધી ફુડ ખાવો અને પાણી પીતા રહો. જેનાથી તમારું શરીર હાઈડ્રેટ રહેશે. ઘરેથી કેટલાક ફળો જેવા કે, સફરજન, દાડમ અને જામફળ તમારી સાથે રાખો. આ સાથે મસાલેદાર વસ્તુઓ તેમજ વધુ પ્રમાણમાં ફુડનું સેવન ન કરો,
ફિટનેસ ફ્રીક
જો તમે ફિટનેસ ફ્રીક છો અને રુટીનને તોડવા માંગતા નથી તો આના માટે તમે યોગ મેટ, તેમજ દોરડા તમારા સાથે રાખી શકો છો. જે હોટલમાં તમે રોકાણા છો તે હોટલના ગાર્ડનમાં કસરત કરી શકો છો. આના માટે તમારું જીમ રુટિન શેડ્યુલ પણ ખરાબ થશે નહિ.
પુરતી ઉંધ લો
પ્રવાસ દરમિયાન તમે થાકી જાઓ છો તો તમારો પ્રવાસ સફળ થતો નથી, માટે એન્જોય કરવા માટે આરામ પણ જરુરી છે. આટલા માટે 7 થી 8 કલાકની ઉંધ લો. જેનાથી તમે સફર દરમિયાન થનારા તણાવ અને થાકથી પણ આરામ મળશે.
જરુરી દવાઓ
ફરવા જતી વખતે કોઈ સામાન્ય ઈજા કે પછી ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના માટે કેટલીક દવાઓ તમારી સાથે રાખો. જો કોઈ ડાયાબિટિસ અને બીપીનું દર્દી છે તો ડાયાબિટીસની દવા તેમજ બીપીનું મશીન સાથે રાખો.
જરૂર પડે ત્યારે સલાહ લેવી
જો તમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય, તો મુસાફરી કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો અને મુસાફરી દરમિયાન તમારા આહાર અને આરામનું ધ્યાન રાખો.
લાઈફ સ્ટાઈલ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
