સોલો ટ્રીપ પર જઈ રહ્યા હોય તો ફોલો કરો આ Travel Tips, ઓછા ખર્ચામાં પૂરી કરશો ટ્રીપ

|

Jul 22, 2022 | 8:40 PM

મુસાફરી કરતી વખતે મોટાભાગનો ખર્ચ રહેવા અને ખાવા-પીવા માટે કરવામાં આવે છે. આજે તમે અહી એક ટ્રિપ (Travel Tips) જાણી લો, જે તમારા સફરનો ખર્ચો બચાવશે.

સોલો ટ્રીપ પર જઈ રહ્યા હોય તો ફોલો કરો આ Travel Tips, ઓછા ખર્ચામાં પૂરી કરશો ટ્રીપ
Travel Tips
Image Credit source: file photo

Follow us on

દુનિયામાં લગભગ દરેક લોકો ઈચ્છતા હોય છે કે તે દુનિયાના સુંદર સ્થળોની મુલાકાત લઈ શકે. સૌને હરવુ ફરવુ ગમતુ હોય છે. નાનપણમાં સ્કૂલમાંથી જ્યારે પીકનીક લઈ જવામાં આવે કે પછી રોજ વીકએન્ડની રજાઓમાં મા-બાપ ફરવા લઈ જાય, ત્યારે આપણને કેવી મજા આવતી. નોકરી-ધંધા કરતા લોકો પણ એવી ઈચ્છા રાખતા હોય છે કે કામમાંથી થોડો બ્રેક મળે તો ક્યાંક ફરવા જઈએ. હરવા ફરવાથી વ્યક્તિ નવી ઊર્જા અને તાજગીનો અનુભવ કરે છે. કેટલાક લોકો સ્વભાવે ખૂબ જ મસ્ત હોય છે. આવા લોકો તેમના મનની વાત સાંભળે છે. જો આવા લોકો ફરવાના શોખીન હોય તો તેમને ફરવા માટે તેમની સાથે કોઈની જરૂર નથી હોતી. બેગ પેક કરી અને એકલા પ્રવાસે (Trips) નીકળી જતા હોય છે અને વર્ક ફ્રોમ હોમને કારણે લોકો કામ કરતા કરતા પણ મિત્રો સાથે ટ્રીપ પર જઈ રહ્યા છે. આજકાલ આવી ટ્રીપ ટ્રેડમાં છે.  મુસાફરી કરતી વખતે મોટાભાગનો ખર્ચ રહેવા અને ખાવા-પીવા માટે કરવામાં આવે છે. આજે તમે અહી એક ટ્રીપ (Travel Tips) જાણી લો, જે તમારા સફરનો ખર્ચો બચાવશે.

મોટાભાગના લોકો રહેવા માટે હોટલ અથવા લોન્જ બૂક કરે છે. પરંતુ જો તમે રહેવા માટે હોટેલને બદલે હોસ્ટેલ પસંદ કરશો તો અહીં તમને પોસાય તેવા ભાવે રહેવાની સુવિધા પણ મળશે, ખાવા-પીવાની વ્યવસ્થા પણ થશે અને તમને ઘણા નવા લોકોને મળવાનો મોકો પણ મળશે. આ સાથે તમારી આખી સફર ખૂબ જ ઓછા ભાવે થઈ જશે. આજકાલ તમામ શહેરોમાં હોસ્ટેલ છે, જ્યાં પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા છે. જો કે તમારે આ સુવિધામાં કેટલાક સમાધાન પણ કરવા પડશે. ચાલો જાણીએ તેના વિશે.

હોસ્ટેલમાં રહેવાના ફાયદા

  1. અહીં તમારે તમારી પથારી કોઈની સાથે શેયર કરવાની જરૂર નથી અને ન તો તમારા પર કોઈ નિયંત્રણો હશે. તમે ગમે ત્યાં આવી શકો છો અથવા જઈ શકો છો.
  2. હોસ્ટેલમાં રહેવાનો એક ફાયદો એ પણ છે કે તમે અહીં ઓછા ભાવે લાંબો સમય વિતાવી શકો છો.
  3. ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
    શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
  4. હોસ્ટેલમાં તમારી સાથે બીજા કેટલાક લોકો પણ રહે છે. તમને બધી જગ્યાએ રહેતા નવા લોકોને મળવાનો મોકો મળે છે. ઘણી વખત મુસાફરી દરમિયાન નવા મિત્રો પણ બને છે. આ તમારા પ્રવાસની મજા બમણી કરી શકે છે.

હોસ્ટેલમાં રહેવાના ગેરફાયદા

  1. જો તમે ખુલ્લા મનના છો તો હોસ્ટેલનો વિકલ્પ પસંદ કરો. જો તમને વધારે ઘોંઘાટ, હસી મજાક પંસદ નથી તો હોટેલ અથવા લોજ તમારા માટે વધુ સારું છે. કારણ કે હોસ્ટેલમાં ધમાલ,મસ્તી મજાક અને ઘોંઘાટ હશે જ.
  2. હોસ્ટેલમાં રહીને તમારે તમારા પલંગની સ્વચ્છતાનું ધ્યાન જાતે જ રાખવું પડશે. આ સાથે તમારે તમારા સામાનની સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. આવી સ્થિતિમાં તમારી પાસે તમારો સામાન રાખવા માટે જે પણ કપડા હોય, તેને હંમેશા તાળું જ રાખો અને ચાવી તમારી પાસે રાખો.
  3. હોસ્ટેલનો એક ગેરફાયદો એ છે કે અહીં તમે તમારા માટે એક જ રૂમ બુક કરાવો તો જ તમને પર્સનલ વૉશરૂમ મળી શકે છે. જો તમારી પાસે રૂમ શેરિંગ છે તો તમારે રૂમમેટ્સ સાથે વોશરૂમ શેયર કરવો પડશે. જો કે, તમે હોસ્ટેલ બુક કરાવતા પહેલા આ માહિતી લઈ શકો છો, જેથી તમને ખબર પડે કે તમારે કેટલા લોકો સાથે વોશરૂમ શેયર કરવો પડશે.
Next Article