તહેવારોની સિઝનમાં આ રીતે ઘટાડો વજન, વિશેષજ્ઞો એ આપી આ સલાહ

|

Sep 25, 2022 | 7:22 PM

ભારતમાં હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો (Festive Season) નજીક છે. તેથી મિઠાઈ અને તેલમાં બનેલી વસ્તુઓની માંગ પણ ધીરે ધીરે વધશે. પણ સ્વાદિષ્ટ વાનગીઓ ખાના ના ચક્કરમાં લોકો પોતાના વજનનું ધ્યાન નથી રાખતા.

તહેવારોની સિઝનમાં આ રીતે ઘટાડો વજન, વિશેષજ્ઞો એ આપી આ સલાહ
weight loss tips
Image Credit source: File photo

Follow us on

Weight Loss : ભારત તહેવારોનો દેશ છે. તહેવારોમાં ઉજવણીની સાથે સાથે મિઠાઈ અને અવનવી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ભારતમાં હવે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો (Festive season) નજીક છે. તેથી મિઠાઈ અને તેલમાં બનેલી વસ્તુઓની માંગ પણ ધીરે ધીરે વધશે. પણ સ્વાદિષ્ટ વાનગીઓ ખાના ના ચક્કરમાં લોકો પોતાના વજનનું ધ્યાન નથી રાખતા. જેના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. વધી ગયેલા વજનને નિયંત્રણમાં રાખવું ખુબ મુશ્કેલ હોય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, સમજદારીથી વાનગીઓ ખાઈને, તહેવારોનો આનંદ લેવો જોઈએ. તેમાં માટે લોકો એ પોતાના શારીરિક કાર્ય અને ખાવાની આદતો પર નિયંત્રણ રાખવું જોઈએ.

તમારી કેટલીક ખોટી આદતોનું ધ્યાન રાખીને, જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને તમે તહેવારોનો આનંદ માણી શકો છે. તે દરમિયાન તમે સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખાઈ શકો છો અને સ્વસ્થ પણ રહેશો. ચાલો જાણીએ કે તહેવારો દરમિયાન કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

તહેવારોમાં વજનનું આ રીતે રાખો ધ્યાન

વિશેષજ્ઞો અનુસાર, તહેવારોમાં તમે પોતાના વજન પર સરળતાથી નિયંત્રણ રાખી શકો છો. તહેવારોમાં એકવાર ભારે ભોજન અને બે વાર હળવું ભોજન લેવું જોઈએ. એટલે કે 1 વાર ભારે અને વધારે ભોજન ખાવો અને 2 વાર હળવું ભોજન કરો. તહેવારમાં વજન પર નિયંત્રણ રાખવા કઈ ન ખાવાના અખતરા ન કરવા જોઈએ. જો તમે લંચમાં ભારે ભોજન લો છો, તો ડિનરમાં તમારે હળવું ભોજન લેવું જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હળવા ભઓજન માટે ગ્રીન જૂસ, સલાદ અને સ્મૂધી જેવા વિકલ્પોનો તમે ઉપયોગ કરી શકો છો. શરીરમાં કેલેરીની માત્રા નિયંત્રિત કરવા માટે ભોજનમાં શાકભાજી અને ફળ, ઓટ્સ સામેલ કરવા જોઈએ. કોઈ પાર્ટીમાં પણ ભોજન કરતા સમયે હેલ્ધી ભોજનના વિકલ્પો પંસદ કરવા જોઈએ. કાર્બોહાઈડ્રેટ્સથી બચવા માટે પ્રોટીન અને શાકભાજી ભોજનમાં વધારે લેવા જોઈએ.

ગંભીર બીમારીવાળા દર્દીઓએ શું કરવુ અને શું ન કરવું ?

સ્થૂળતાથી પીડિત દર્દીઓએ આખા દિવસના વ્રતથી બચવું જોઈએ. બટાકા, ભાત જેવા ખાદ્યપદાર્થોના સેવનથી બચવું જોઈએ. લીલા શાકભાજીનું સેવન કરો અને ફળમાં કેળા અને ચીકુનું સેવન ન કરો. તળેલા ભોજનના સ્થાને, ઉકાળેલું ભોજન કરો. મિઠાઈ, ફુદિના અને ચોકલેટના સેવનથી પણ બચો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article