AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તંદુરસ્ત શરીર રાખવા માટેનું રામબાણ ઈલાજ એટલે ‘સૂર્ય નમસ્કાર’

ડિજિટલ યુગમાં આપણે ઘણીવાર આપણા શરીરની દેખરેખ નથી રાખતા. હાલની તારીખમાં તણાવ, થાક, શરીરમાં દુખાવો, શરીરમાં એનર્જીનો અભાવ એ લોકો માટે હવે સામાન્ય બાબત બની ગઈ છે. જો કે, આ સામાન્ય બાબત ભવિષ્યમાં તમારા શરીરમાં ગંભીર રોગોનું ઘર બનાઈ શકે છે.

તંદુરસ્ત શરીર રાખવા માટેનું રામબાણ ઈલાજ એટલે 'સૂર્ય નમસ્કાર'
| Updated on: Apr 21, 2025 | 7:08 PM
Share

આજના ડિજિટલ યુગમાં આપણે ઘણીવાર આપણા શરીરની દેખરેખ નથી રાખતા. હાલની તારીખમાં તણાવ, થાક, શરીરમાં દુખાવો, શરીરમાં એનર્જીનો અભાવ એ લોકો માટે હવે સામાન્ય બાબત બની ગઈ છે. જો કે, આ સામાન્ય બાબત ભવિષ્યમાં તમારા શરીરમાં ગંભીર રોગોનું ઘર બનાઈ શકે છે.

ઉનાળાની સિઝનમાં આપણા શરીરને વધુ કાળજીની જરૂર હોય છે કારણ કે આ સિઝનમાં આપણું શરીર ઝડપથી ડિહાઇડ્રેટ થઈ જાય છે અને એમાંય એનર્જીનો અભાવ રહે છે. હવે આનાથી બચવું હોય અને શરીર તંદુરસ્ત રાખવું હોય તો તમારે પણ યોગ સાથે મિત્રતા કરવી પડશે. એવામાં ચાલો જાણીએ કે, સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને શું-શું ફાયદા થઈ શકે છે.

સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. સૂર્ય નમસ્કારને 12 યોગાસનોનો સંગમ માનવામાં આવે છે. આ આસન તમારા શરીરને સ્વસ્થ અને મનને શાંત રાખે છે.

સૂર્ય નમસ્કારના ફાયદા

1. પાચનતંત્ર મજબૂત કરે છે: જો તમે ઉનાળાની ઋતુમાં દરરોજ સૂર્ય નમસ્કાર કરો છો, તો તમને પેટ સંબંધિત કોઈ પણ બિમારી નહીં થાય. સૂર્ય નમસ્કાર કરવાથી તમને કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ થતી નથી અને તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

2. ચહેરો ચમકવા લાગશે: જો ઉનાળામાં તમને ખીલ થઈ જાય અને તમારા ચહેરાની ચમક ઓછી થઈ જાય તો તમે સૂર્ય નમસ્કારને તમારા જીવનનો ભાગ બનાવી શકો છો. આનાથી ત્વચાને કુદરતી ચમક મળે છે અને ખીલ જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

3. શરીરમાં એનર્જી આવશે: ઉનાળાની ઋતુમાં, તમને ઘણીવાર થાક અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે સૂર્ય નમસ્કાર કરવું જોઈએ. આમ કરવાથી તમારા શરીરમાં એનર્જીની અછત રહેશે નહીં અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

4. વજન ઘટાડવામાં મદદરૂપ: સૂર્ય નમસ્કાર કરતી વખતે શરીરના અંદરના ભાગોની સ્ટ્રેચિંગ થાય છે. આમ કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે અને તમારા પેટ પરની વધારાની ચરબી પણ ઓછી થઈ જાય છે.

5. પિરીયડ્સમાં દુખાવાથી રાહત: સ્ત્રીઓને દર મહિને પિરીયડ્સનો સામનો કરવો પડે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક સ્ત્રીઓને અસહ્ય દુખાવો થાય છે, આથી સ્ત્રીઓએ પણ નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવું જોઈએ. આનાથી તમારા હોર્મોન્સ સંતુલિત રહે છે અને તમને પિરીયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે.

6. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે: જો તમારું મન શાંત હશે તો તમે કોઈપણ સમસ્યામાંથી બહાર આવી શકો છો. સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તમારે નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવો જોઈએ. જે તમને તણાવમાંથી રાહત આપે છે.

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">