સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે Teatox, જાણો કઈ રીતે કરવું તેનું સેવન?

|

Sep 13, 2022 | 8:35 PM

શું તમે ટીટોક્સ વિશે જાણો છો? ટીટોક્સ વિશે કદાચ ખુબ ઓછા લોકોને ખબર હશે. આ અહેવાલમાં તમને ટીટોક્સ વિશે જાણવા મળશે. ચાલો જાણીએ ટીટોક્સ (Teatox) વિશે.

સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે Teatox, જાણો કઈ રીતે કરવું તેનું સેવન?
Teatox benefits
Image Credit source: File photo

Follow us on

Health Care: આપણા શરીરને ચલાવવા માટે ખોરાક મહત્વનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારના ભોજનનું સેવન કરતો હોય છે. માંસાહારી, શાકાહારી અને સાત્વિક ભોજન એ ભોજનના જ પ્રકારો છે. પણ કેટલીક વસ્તુઓ ન ખાવામાં જ ભલાઈ હોય છે. સામાન્ય રીતે કહેવાય છે કે સ્વસ્થ રહેવા માટે ચાનું સેવન બંધ કરો પણ શું તમે ટીટોક્સ વિશે જાણો છો ? ટીટોક્સ વિશે કદાચ ખુબ ઓછા લોકોને ખબર હશે. આ અહેવાલમાં તમને ટીટોક્સ વિશે જાણવા મળશે. ચાલો જાણીએ ટીટોક્સ (Teatox) વિશે.

શું છે આ ટીટોક્સ?

ટીટોક્સ એ ‘હર્બલ ચા’ નો જ એક ભાગ છે. તે તમારા શરીરને ડીટોક્સ કરવામાં મદદ કરે છે. તે જ કારણથી લોકો તેને ડીટોક્સ ચા પણ કહે છે. આ ચાની ખાસિયત એ છે કે તમને અલગ-અલગ ફ્લેવરવાળી હર્બલ ચા સરળતાથી મળી જશે. હાર્બલ ચામાં આદુ, હળદર, ધાણા તજ અને માસાલાનો સમાવેશ થાય છે. ટીટોક્સથી તમે સ્વાદનો આનંદ પણ માણી શકશો અને તે સ્વાસ્થ માટે પણ લાભદાયક સાબિત થશે. ટીટોક્સમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ ભરપૂર માત્રામાં હોય છે.

જરુરત કરતા વધારે ટીટોક્સનું સેવન ન કરો

જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો, અત્તિનો સદા ત્યાગ કરો. કોઈ પણ વસ્તુનું અધિક માત્રામાં સેવન ન કરો. તેનાથી સ્વાસ્થ્યને મોટું નુકશાન થઈ શકે છે. ટીટોક્સ પર પણ આજ વાત લાગુ પડે છે. ટીટોક્સનું વધારે પડતુ સેવન લોહીના નેચરલ કેમિકલને હેરાન કરે છે. કેટલીક ચા એવી પણ હોય છે જે યૂરિન વધારવાનું કામ કરે છે. તેના કારણે ડીહાઈડ્રેશન અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ સામે આવે છે. તેના કારણે શરીરમાં થાક અને નબળાઈ પણ આવી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ટીટોક્સના ફાયદા

ટીટોક્સના ઘણા ફાયદા છે. ટીટોક્સ પીવાથી તમને ભૂખ ઓછી લાગશે. તેનાથી તમારુ વધી ગયેલું વજન પણ ઓછું થશે. તેનાથી તમારા શરીરને શક્તિ પણ મળશે. તે તમારા પાચનતંત્રને વધારે સારુ બનાવશે. ટીટોક્સ તમારા ઊંઘને પણ સારી બનાવશે, જેનાથી તમે તણાવ મુક્ત રહેશો. તેનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ, એક કપ સવારે અને એક કપ રાત્રે. તેનાથી તમારા શરીરમાં એનર્જી બની રહેશે અને તમે તમારા તમામ કામ ઉત્સાહથી કરી શકશો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article