AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરને બહારના ઘોંઘાટથી બચાવવા કરી લો આ 6 કામ, ઘર થઈ જશે એક્દમ સાઉન્ડ પ્રુફ

જો તમારુ ઘર પણ કોઈ રોડ કે હાઈવેની નજીક છે અને આખો દિવસ તેમ જ રાત્રે પણ ગાડીઓના હોર્ન અને અવાજથી તમે પરેશાન છો તો ઘર બદલવાની જરૂર નથી. તમે આ 6 આસાન બજેટ ફ્રેન્ડલી હોમ ડેકોર હેક્સની મદદથી આસાનીથી ઘરને સાઉન્ડપ્રુફ બનાવી શકો છો.

ઘરને બહારના ઘોંઘાટથી બચાવવા કરી લો આ 6 કામ, ઘર થઈ જશે એક્દમ સાઉન્ડ પ્રુફ
| Updated on: Jun 02, 2026 | 1:48 PM
Share

આજની ભાગદોડ લાઈફમાં ઘર જ એક એવી જગ્યા છે જ્યાં માણસ દિવસભરના થાક બાદ થોડી શાંતિ અને સુકુન ઈચ્છે છે. પરંતુ જો ભૂલથી પણ જો તમારા ઘરની બાજુમાંથી કોઈ મુખ્ય રોડ પસાર થતો હોય તો આખો દિવસ ત્યાંથી પસાર થતા વાહનોનો અવાજ તમને ચેન નહીં પડવા દે. તમારી થોડી ઘડીની શાંતિ પણ છીનવી લેશે. ઘરમાં આવતા આવતા વાહનોના હોર્નના ઘોંઘાટને દૂર રાખવા માટે તમે ગમે તેટલી બારીઓ કે દરવાજા બંધ રાખો છતા અવાજ ઘરમાં આવ્યા જ કરે છે અને તમારી શાંતિને ખલેલ પહોંચે છે.

આવી સ્થિતિમાં તમે ઘર બદલવાનું વિચારવા લાગો છો પરંતુ ઘરને બહારના ઘોંઘાટથી બચાવવા ઘરમાં મોટા-મોટા ફેરફાર કરી હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. એક્સપર્ટ કહે છે કે ઘરમાં કેટલાક નાના અને સ્માર્ટ બદલાવ કરી બહારની અવાજોને અંદર આવવાથી તમે રોકી શકો છો. ચાલો જાણીએ એવી કેટલીક ટ્રિક્સ વિશે જેની મદદથી તમે તમારા ઘરને સાઉન્ડપ્રુફ બનાવી શકો છે.

1 મોટા પડદા લગાવો

જો તમે ઘરમાં પાતળા પડદા લગાવ્યા હોય તો તેની જગ્યાએ મોટા અને ભારે ફ્રેબ્રિકવાળા પડદા લગાવો. ખાસ કરીને ડબલ લેયરવાળા પરદા બહારથી આવતા અવાજને ઘણા ખરા અંશે શોષી લે છે, જો બારી રોડની સાઈડમાં હોય તો બારીથી જમીન સુધી લાંબા પરદા લગાવવા વધુ સારુ રહે છે.

2 ઘરમાં કાર્પેટ અને ગાલીચાનો ઉપયોગ વધારો

ખાલી ફર્શ પર વધુ અવાજ આવે છે, એવામાં ઘરમાં ફર્શ પર મોટી કાર્પેટ કે જાડા ગાલીચા લગાવવાથી અવાજ ઓછો મહેસુસ થાય છે. તેની પગનો અવાજ પણ ઓછો થઈ જાય છે. અને ઘરમાં થોડી શાંતિ લાગે છે.

3 દરવાજા અને બારીઓમાં રહેલા ગેપને તુરંત દૂર કરો

ક્યારેક બહારનો અવાજ દરવાજા અને બારીઓ બંધ હોય તો પણ તેની કિનારીઓમાંથી બહારનો અવાજ અંદર પ્રવેશે છે. તેના માટે રબર સીલ લગાવવા, વેધર સ્ટ્રીપ કે ડોર સ્વીપ લગાવવી ઘણી ફાયદાકારક છે .આ ટ્રીકથી માત્ર અવાજ જ નહીં પરંતુ ધૂળ અને ગરમ હવા પણ અંદર પ્રવેશી શક્તી નથી.

4 ખાલી દીવાલોને સાઉન્ડ બ્લોકર બનાવો

જો તમારા ઘરની દિવાલો બિલકુલ ખાલી હોય તો અવાજના પડઘા પડે છે. દીવાલો પર ફેબ્રિક વોલ આર્ટ લટકાવવા, મોટા પેઈન્ટીંગ્સ, બુકશેલ્ફ બનાવવુ અથવા તો દિવાલો પર ટેક્ષ્ચર વોલપેપર લગાવવાથી અવાજ ઓછો કરી શકાય છે. એક્સપર્ટ્સ સૂચવે છે કે સોફ્ટ વસ્તુઓ ધ્વનિ તરંગોને શોષવામાં મદદ કરે છે.

5 ઘરમાં પ્લાન્ટ્સ રાખો

ઘરની અંદર મોટા ઇન્ડોર પ્લાન્ટ્સ અને બાલકનીમાં પણ મોટા છોડ લગાવવાથી અવાજનું સ્તર ઓછુ થાય છે. આ સાથે જ ઘરનો માહોલ ફ્રેશ અને ઠંડો પણ રહે છે. જો બહારના રોડનો અવાજ વધારે આવતો હોય તો બાલકનીમાં પ્લાન્સની લાઈન લગાવી દેવાથી અવાજ આવતો નથી.

6 ફર્નિચરને યોગ્ય જગ્યાએ લગાવો

ભારે કબાટ, બુક શેલ્ફ કે સોફાને એ દિવાલની પાસે રાખવામાં આવે જ્યાંથી વધુ અવાજ આવે છે તો અવાજ થોડી બ્લોક થઈ શકે છે. આ જ કારણ છે કે એક્સપર્ટ ભારે અને સોફ્ટ ફર્નિચરને ‘નેચરલ સાઉન્ડ બેરિયર’ માને છે.

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">